તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ડોક્ટર હાજર ન થતાં, પરેશાન દર્દીઓ જાતે પાટાપિંડી કરવા લાગ્યા

ભરૂચ15 દિવસ પહેલા
 • આમોદ તાલુકાના આછોદ ગામે PHC સેન્ટર ખાતે લોકો જાતે સારવાર કરવા મજબૂર બન્યા
 • આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર ન હોવાના કારણે દર્દીઓને સારવાર માટે વલખા મારવા પડ્યા

આમોદ તાલુકાના આછોદ ગામે PHC સેન્ટર એટલે કે આરોગ્ય કેન્દ્ર આવેલું છે. આરોગ્ય કેન્દ્ર જ્યારે બન્યું ત્યારે આ આરોગ્યનું ઉદ્ઘાટન તે વખતના આરોગ્ય મંત્રી અને હાલના ડેપ્યુટી CM નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. અને આરોગ્ય કેન્દ્ર લાખો રૂપિયાના ખર્ચે બનેલું છે. પરંતુ આરોગ્યમાં સુવિધાના નામે તો જાણે મીંડુ જ છે.

બેથી ત્રણ કલાકનો સમય થાય છે તેમ છતાં આરોગ્ય કેન્દ્ર ઉપર કોઈ ડોક્ટર આવતા નથી. અને આવે છે તો પોતાની મન મરજી મુજબ ક્યારે આવે અને ક્યારે જાય તે કોઈ ને ખબર પણ ન પડે. પરંતુ આજે તારીખ 3 એપ્રિલ 2021 ના રોજ આછોદ અને દેનવા ગામેથી દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. પરંતુ જ્યારે તેઓ આરોગ્ય કેન્દ્ર ઉપર કલાકો સુધી બેસી રહ્યા પરંતુ ડોક્ટર ન આવ્યા તો લોકો હેરાન પરેશાન થઈ જાતે જ પાટા પિંડી કરવા લાગ્યા. આછોદના સલમાન મુનશી જણાવે છે કે સરકાર આરોગ્યના નામે લાખો રૂપિયાનો ખર્ચો કરે છે અને મોટી મોટી વાતો કરે છે. પરંતુ હકીકત કઈ અલગ જ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો