માર્ગદર્શન:12 સાયન્સના વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે આજે વેબિનાર

ભરૂચ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સવારે 10 થી 12માં ઓનલાઈન માર્ગદર્શન

જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી(ગુજકોસ્ટ) દ્વારા આજે વેબિનારનું આયોજન કરાયુ છે. વિદ્યાર્થીઓને મુઝવતા સવાલોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આજે સવારે 10થી 12 વાગ્યા સુધી વેબિનારમાં મેડિકલ, એન્જિનિયરીંગ, ફાર્મસી, વ્યવસાયિક શિક્ષણ તેમજ ટેક્નોલોજી ક્ષેત્રોના નિષ્ણાંતો માર્ગદર્શન આપશે. ઉપરાંત ઇસરો સાથે સંકળાયેલ સિનિયર વૈજ્ઞાનિક ડો. પારૂલ પટેલ, આઇઆઇટી ગાંધીનગરના પ્રોફેસર ભાસ્કર દત્તા અન રોજકોટના મેડિકલ ઓફિસર ડો. ઝરના ધામેચા માર્ગદર્શક તરીકે હાજરી આપશે. વિદ્યાર્થીઓએ પોતાને મુંઝવતા પ્રશ્નો gujcost.webinar@gmail.com પર મોકલી શકશે. સમસ્યાના નિકારણ માટે લોકવિજ્ઞાન કેન્દ્રનો વોટ્સએપ નંબર 70969 06697 પર સંપર્ક કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...