તંત્રની બેદરકારી:વાલિયા ગામમાં ગ્રામ પંચાયતની પાણીની ટાંકી જર્જરિત, સ્થાનિકોને અકસ્માતની ભીતિ

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેકવાર સ્થાનિકોએ જર્જરિત ટાંકી અંગે તંત્રને રજુઆત કરવા છતાં પરિણામ આવ્યું નથી

વાલિયા ગામમાં આવેલી બી.આર.સી.ભવન સ્થિત ગ્રામ પંચાયતની પાણીની જર્જરિત ટાંકીને પગલે સ્થાનિકોને અકસ્માતની ભીતિ સેવી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી વાલિયા ગામના બી.આર.સી.ભવન નજીક આવેલી ગ્રામ પંચાયતની પાણી ટાંકીમાં લીક હોવા છતાં તેમાં પાણી ભરવામાં આવે છે. આ જર્જરિત ટાંકી પાસેથી માર્ગ હોવા ઉપરાંત નાના ભૂલકાઓ ત્યાં રમતા હોય છે. અનેકવાર સ્થાનિકોએ જર્જરિત ટાંકી અંગે મૌખિકમાં રજુઆત કરવા છતાં પરિણામ આવ્યુ નથી.

સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આ ટાંકી જર્જરિત છે

આજરોજ ટાંકીમાં પડેલા લીકેજમાંથી પાણીની ધાર જોવા મળી હતી. ત્યારે આ જર્જરિત ટાંકી વહેલી તકે ઉતારી લેવા કે રિપેરિંગ કરવા સ્થાનિક રહીશો માંગ કરી રહ્યાં છે. નરેન્દ્ર વસાવા નામના સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આ ટાંકી જર્જરિત છે. જેના પરથી પાણી ખૂબ માત્રામાં ટપકે છે. આ ટાંકીની બાજુમાં બી.આર.સી.ભવન આવેલુ સાથે માર્ગ પણ હોવાથી લોકો અવાર જવર કરે છે. અમારું ઘર પણ નજીક હોવા ઉપરાંત બાળકો પણ અહિયાં જ રમતા હોવાથી દુર્ઘટના સર્જાવાની શક્યતા છે. ત્યારે વહેલી તકે આ ટાંકી ઉતારી લેવામાં આવે કે તેને રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ કરું છુ.

અન્ય સમાચારો પણ છે...