તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભય:અંકલેશ્વર તાલુકાનાં ઉછાલી ગામની સીમામાં રાત્રે દીપડો દેખાયો, ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

ભરૂચ23 દિવસ પહેલા
  • સ્થાનિક રહેવાસીએ ગામની સીમામાં ફરતા દીપડાનો વીડિયો પોતાના ફોનમાં ઉતારી લીધો હતો
  • આસપાસના લોકોએ દીપડાને પકડવાના અર્થે પાંજરુ મુકવાની માંગ કરી

અંકલેશ્વર તાલુકાનાં ઉછાલી ગામમાં રાત્રે શિકાર કરવા માટે નિકળેલો દીપડો દેખાયો હતો. આ વિસ્તારમાં રહેતા સ્થાનિકે તેનો વીડિયો ઉતારીને વાઈરલ કર્યો હતો. આ વીડિયોના કારણે આસપાસના લોકોમાં ભય ફેલાઈ ગયો હતો જેથી તેમણે દીપડાને પકડવા માટે પાંજરૂ મુકવાની પણ માંગ કરવી પડી હતી.

ગામની સીમામાં ફરતા દીપડાનો વીડિયો વાઇરલ

અંકલેશ્વર તાલુકાનાં ઉછાલી, અવાદર, પારડી ગામની સીમામાં દીપડો દેખાયો હતો. આ દિપડો રાતના સમયે ગામની સીમામાં શિકાર કરવા માટે નિકળ્યો હતો. તે સમય દરમિયાન એક સ્થાનિક રહેવાસીને દીપડો નજરે ચઢ્યો હતો. તેવામાં તેણે ગામની સીમામાં ફરતા દીપડાનો વીડિયો પોતાના ફોનમાં ઉતારી લીધો હતો. આ ઘટનાનો વીડિયો ગણતરીના સમયમાં વાઈરલ થઇ જતા સ્થાનિકો ત્યાં દીપડાને જોવા આવી પહોંચ્યા હતા. તો બીજી બાજુ કેટલાક લોકોમાં ફફડાટ પણ ફેલાઈ ગયો હતો. જેના કારણે આસપાસના લોકોએ દીપડાને પકડવાના અર્થે પાંજરુ મુકવાની પણ માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો