કાર્યવાહી:નબીપુર-ભરૂચમાં વિદેશી દારૂના કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાસતા ફરતા આરોપીઓને દબોચી લેવા માટે પોલીસનું ખાસ અભિયાન

ભરૂચ સી ડિવીઝન પોલીસ સ્ટેશન તેમજ નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે પ્રોહિબિશનના કેસમાં એક આરોપી બે વર્ષથી વોન્ટેડ હતો. દરમિયાનમાં ભરૂચ એલસીબીની ટીમે આરોપીને ઝડપી પાડી સી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. વિધાનસભાની ચૂંટણીને લઇને પોલીસતંત્ર દ્વારા ગુનાઇત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલાં લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.

ત્યારે જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી તેમને શોધવાની કવાયત એલસીબીની ટીમે શરૂ કરી હતી. દરમિયાનમાં ભરૂચ સી ડિવિઝન તેમજ નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશીદારૂના બે કેસમાં આકાશ કિશોર પરમાર (રહે. નર્મદા બંગ્લોઝ, ઝાડેશ્વર રોડ) નામનો બુટલેગર બે વર્ષથી વોન્ટેડ હોવાનું માલુમ પડ્યું હતું.

​​​​​​​અરસામાં એલસીબીના પીએસઆઇ એમ. એમ. રાઠોડ તેમજ હેકો ધર્મેન્દ્રસિંહ તથા પોકો કુંદન, મનહરસિંહ તેમજ નિમેશ પેટ્રોલિંગમાં હતાં તે વળાં તેમને વોન્ટેડ આકાશ પરમારની ચોક્કસ બાતમી મળતાં ટીમે તેને ઝડપી પાડી તેને ભરૂચ સી ડિવિઝન પોલીસને સોંપતાં પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એસપી લીના પાટીલના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. જિલ્લામાંથી દરરોજ એક કે બે વોન્ટેડ આરોપીને ઝડપીને જેલના સળિયા પાછળ મોકલાય રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...