તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:નવસારીમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ એલસીબી દોરા ગામેથી ઝડપી પાડ્યો

ભરૂચ જિલ્લા એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લામાં દારૂ-જુગાર અને ગેરકાયદેસરની ચાલતી પ્રવૃત્તિઓને રોકવા અને ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચનાઓ આપી હતી. ભરૂચ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ દ્વારા પેટ્રોલીંગમાં ફરી રહી હતી.

.તે દરમિયાન ટીમને માહિતી મળી હતી કે,નવસારી જિલ્લાના રૂરલ પોલીસ મથકમાં આરોપી સતિષ ચંદુભાઈ વસાવા રહે, દોરા,આમોદ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરવાના ગુનો નોંધાયો હતો.સદર આરોપી છેલ્લા એક વર્ષ ઉપરાંતથી પોલીસની પકડથી ભાગતો ફરતો હતો.તે તેના દોરા ગામ આવેલો છે.જેથી માહિતીના આઘારે એલસીબીની ટીમે દોરા ગામેથી આરોપી સતિષ વસાવાને ઝડપી પાડીને નવસારી રૂરલ પોલીસને વધુ તપાસ અર્થે સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...