રેસ્ક્યુ:વાલિયાના જીવદયા પ્રેમીએ આઠ સરીસૃપોનું રેસ્ક્યુ ઓપરેશન કરીને જંગલ વિસ્તારમાં મુક્ત કર્યા

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિરણ વસાવાએ બે કોબ્રા સાપ અને 6 ધામણ પ્રજાતિના સાપને રેસ્ક્યુ કર્યા

વાલિયા ગામના ડુંગેરી ફળિયાના જીવદયા પ્રેમી કિરણ વસાવાએ તાલુકાનાં અલગ અલગ ગામોમાંથી આઠ સરીસૃપોને પકડી પાડી તેમને જંગલ વિસ્તારમાં મુક્ત કર્યા હતા.

વાલિયા ગામના તળાવ ફળિયામાં ઘરમાં સાપ દેખાતા પરિવારજનોમાં નાસભાગ મચી જવા પામી હતી. સાપ અંગે સ્થાનિકોએ જીવદયા પ્રેમી કિરણ વસાવાને જાણ કરી હતી. જીવદયા પ્રેમી તેમની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને 1 કલાકનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 8 ફૂટ લાંબા ધામણ પ્રજાતિના સાપને પકડી પાડ્યો હતો.

આવી જ રીતે કિરણ ભાઈએ વાલિયા ગામની રામેશ્વર સોસાયટી, શિવ દર્શન સોસાયટી, સીલુંડી ચોકડી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, આવાસ અને લીંભેટ ગામમાંથી બે કોબ્રા સાપ અને 6 ધામણ પ્રજાતિના સાપને પકડી પાડ્યા હતા અને તમામ સાપને જંગલ વિસ્તારમાં મુક્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...