તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:વાલિયા તાલુકાના ઇન-સર્વિસ તબીબીઓએ વિવિધ પડતર માંગણીઓ મામલે ધારાસભ્યને રજૂઆત

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટુ વસાવના આવેદન પાઠવ્યું

ગુજરાત ઇન-સર્વિસ ડોક્ટર્સ એસોસિએશનના નેજા હેઠળ વાલિયા તાલુકાના ઇન-સર્વિસ તબીબીઓએ વિવિધ પડતર માંગણીઓ મુદ્દે ધારાસભ્ય છોટુ વસાવાને રજૂઆત કરી છે.

ગુજરાત ઇન-સર્વિસ ડોક્ટર્સ એસોસિએશનના સભ્ય ડો.એ.એન.સિંગ,ડો.અશ્વિન કે કટારા અને કિશન વસાવાએ આજરોજ ઝઘડીયા-વાલિયાના ધારાસભ્ય છોટું વસાવાને

પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણમાં બજાવતા ઇન-સર્વિસ તબીબો છેલ્લા નવ વર્ષથી વિવિધ પડતર માંગણીઓને લઈ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી જે બાદ વિભાગમાં ચર્ચા બેઠકો યોજવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

વર્ષ 2017માં રજૂઆતો અને આંદોલન કરી સરકારનું ધ્યાન દોર્યું હતું પરંતુ તેઓના પડતર પ્રશ્નોનું આજ દિન સુધી નિરાકરણ ન આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્નો સહિત સાતમા પગાર પંચ મુજબ 1-1-2016થી એન.પી.એ.આપવું અને એ.પી.એને પગાર ગણી તમામ લાભો આપવા,કેન્દ્રના ધોરણે તબીબી અધિકારીઓએને છઠ્ઠા પગાર પંચમાં એન્ટ્રી પે-પી.બી.-3 ગ્રેડ પે-5400 અને સાતમાં પગાર પંચમાં મેટ્રિક્ષ લેવલ 11 મુજન આપવા તેમજ તબીબી અધિકારીઓને અનુસ્નાતક અભ્યાસ માટે 25 ટકા બેટહકો અનામત રાખવા સહિતની 12 માંગણીઓ સ્વીકારી ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...