તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગારધામ:વાલિયા પોલીસે પીઠોર ગામની સીમમાં જુગાર રમતા ત્રણ શકુનીઓનો રૂ.1.77 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા

ભરૂચ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાંચ જુગારિયાઓ ફરાર થઇ જતાં તેમને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી

ભરૂચ જિલ્લામાં શકુનીઓ બેફામ બન્યા છે. વાલિયા પોલીસે બાતમીના આધારે રેડ કરી પીઠોર ગામની સીમમાં ખાડી કિનારે જુગાર રમતા ત્રણ જુગારીયાઓને રૂપિયા 1.77 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે પાંચ શકુનીઓ ફરાર થઈ ગયા હતા.

વાલિયા તાલુકાના પીઠોર ગામમાં રહેતા પિન્ટુ રતિલાલ વસાવા અને રતિલાલ મોતીભાઈ વસાવા પીઠોર ગામની સીમમાં ખાડી કિનારે મોટાપાયે જુગારધામ ચલાવે છે. એવી બાતમીના આધારે વાલિયા પોલીસ મથકના પી.આઈ.વી.એન.રબારી અને પી.એસ.આઈ.પી.એન.વલવી સહિત પોલીસ સ્ટાફ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 23 હજાર, ચાર મોબાઈલ ફોન તેમજ એક ફોર વહીલ ગાડી અને ત્રણ બાઈક મળી કુલ 1.77 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે રાજપીપળાના ભાટવાડ વિસ્તારમાં રહેતા ભાવિક વિનોદભાઈ દોશી, ગોકુળ શ્રવણ ચૌધરી અને રાજુ વસાવા નામના જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે પાંચ જુગારિયાઓ ફરાર થઇ જતાં તેમને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો