વટારીયા સુગરના ₹85 કરોડના આર્થિક ઉચપતના મામલે વાલિયા ગણેશ સુગરના તત્કાલીન ચેરમેન અને કોંગી અગ્રણીને વ્યવસ્થાપક સમિતિના સભ્ય પદેથી દુર હુકમ કરવામાં આવતા સહકારી માળખામાં સન્નાટો છવાઈ ગયો છે.
સંસ્થાનાં ડીરેકટરો દ્વારા રજૂઆત કરાઇ હતી
વાલિયા સ્થિત વટારીયા ગણેશ સુગર ફેકટરીના તત્કાલીન ચેરમને કોંગી આગેવાન સંદીપસિંહ માંગરોલાને રાજ્યના ખાંડ નિયમકે વ્યવસ્થાપક સમિતિના સભ્ય પદેથી દુર કરવાનો હુકમ કર્યો છે. તત્કાલીન ચેરમેન અને તત્કાલીન વ્યવસ્થાપક સમિતિના સભ્ય સુરજીતસિંહ સંદિપ માંગરોલાને ખાંડ નિયામક ગાંધીનગર બી.એમ.જોષી એમની સત્તાની રૂએ કલમ-76-બી1નો હુકમ કરતાં ભરૂચનાં સહકારી માળખામાં સન્નાટો ફેલાઈ ગયો છે. ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીનાં મેનેજમેન્ટ સામે સરકાર દ્વારા સંસ્થામાં થયેલ ₹85 કરોડના ગેરવહીવટ તથા કૌભાંડમા સભાસદો અને સંસ્થાનાં ડીરેકટરો દ્વારા પુરાવા સહિતની રજૂઆત થઈ હતી. જેનાં પગલે ચોક્સી અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી. ચોક્સી અધિકારી દ્વારા થયેલ તપાસમાં ગંભીર પ્રકારની ક્ષતિઓ બહાર આવી હતી.
કરોડોના આર્થિક ઉચાપતમાં 2889 પાનાંનો અહેવાલ તૈયાર કરી રાજ્ય ખાંડ નિયામકનએ સુપ્રત કરવામાં આવ્યો હતો. સુનાવણીનાં અંતે તત્કાલીન ચેરમેન તથા તત્કાલીન વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે સંદિપ માંગરોલા તથા તેમના ધારાશાસ્ત્રી સત્યતા સાબિત ન કરી શકવાને કારણે કલમ-76-બી1 ફટકારતાં એમનાં સમૅથકોમાં જોરદાર ઝટકો લાગ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.