વર્ષો જૂની સમસ્યાનો અંત:વાગરાના મનુબર ગામમાં પાણીની સમસ્યાનો અંત આવ્યો, 1.50 લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકીનું લોકાપર્ણ

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ઓવરહેડ ટાંકી, ભૂગર્ભ સંપ સહિના કામોનું લોકાર્પણ કરાયું

વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ ભરૂચ તાલુકાના મનુબર ગામે ઓવરહેડ ટાંકી અને ભૂગર્ભ સમ્પ સહિત 95.40 લાખના કામોના લોકાર્પણ કરતા ગામની પાણીની સમસ્યાનો અંત આવતા ગ્રામજનોમાં ખુશીની લહર ઉઠી છે.

વિકાસના કામોનું લોકાર્પણ
મનુબર ગામમાં વર્ષો જૂની પાણીની ટાંકી ઝર્જરીત બનતા પાણીની સમસ્યા ઉદ્દભવી હતી. ક્ષમતા પ્રમાણે ટાંકીમાં પાણી ભરવા જતા ટાંકી ધરાસાઈ થાય તેવી શક્યતાઓ હતી. જેના કારણે છેલ્લા અનેક વર્ષોથી ટાંકીમાં ઓછું પાણી ભરી ગ્રામજનોને અપાતું હતું. જેમાં વીજળીનો ખર્ચ વધવા ઉપરાંત પ્રેસર સાથે પાણી મળતું ન હતું. ગામના પૂર્વ સરપંચ શબ્બીરભાઈ સહિતના આગેવાનોની રજૂઆતના પગલે ધારાસભ્ય અરુણસિંહ રણાએ જલ જીવન મિશન અને નલ સે જલ યોજના હેઠળ 1.50 લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકી, 50 હજાર લીટર ક્ષમતાવાળો ભૂગર્ભ સંપ, 9.5 કિલોમીટર લાંબી પાઇપલાઇન, 900 ધરોમાં નળ કનેકશન, પંપ ઘર, મોટર અને વીજળીકરણ સહિત કુલ 95.40ની યોજના મંજીર કરાવી હતી. જેનું કાર્ય પૂર્ણ થતાં ધારાસભ્ય અરુણસિંહ રણાએ ભાજપના જિલ્લા ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, પૂર્વ સરપંચ શબ્બીરભાઈ અને ગામના આગેવાન મુબારકભાઈ સહિત ગ્રામજનોની હાજરીમાં લોકાર્પણ કર્યા હતા.

ધારાસભ્યના પ્રયાસોથી સમસ્યાનો હવે અંત આવ્યો
ધારાસભ્ય અરુણસિંહ રણાએ આ અવસરે ગામના માળખાગત વિકાસ માટે હરહંમેશ ગામ સાથે હોવાની ખાતરી આપી મનુબરથી થામનો રોડ પણ રૂપિયા એક કરોડ ઉપરાંતના ખર્ચે તૈયાર કરવા માટે મંજુર કરાવ્યો હોવાની અને દિવાળી સુધીમાં રોડ બનવાની જાહેરાત કરતા ગ્રામજનોએ તેમને ખુશીથી વધાવી લીધા હતા. આ તબક્કે પૂર્વ સરપંચ શબ્બીરભાઈએ કહ્યું હતું કે, ધારાસભ્યના પ્રયાસોથી મનુબર ગામની પાણીની સમસ્યાનો હવે અંત આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...