મતદાન:ચૂંટણીની ફરજ પહેલાં મતદાનની ફરજ નિભાવી

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભાઓના પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. કાળી તલાવડી સ્થિત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણમાં પહેલી ડિસેમ્બરના રોજ મતદાન થવા જઇ રહયું છે. ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ આજે પોલીસ કર્મીઓએપોસ્ટલ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ભરૂચ ડિવીઝન માટે તાલીમ કેન્દ્ર, પોલીસ હેડ કવાટર્સ ખાતે, અંકલેશ્વર ડિવીઝન માટે માં શારદા ભવન ટાઉન હોલ, જીનવાલા કંપાઉન્ડમાંખાતે તથા જંબુસર ડીવીઝન માટે પ્રાંત કચેરીનો સમાવેશ થાય છે. વધુમાં, પોલીસ તાલીમ ભવન, પોલીસ હેડ કવાટર્સ ખાતે પોલીસકર્મીઓએ પોસ્ટલ મતદાન માટે સવારથી લાઈન લગાવી હતી. ભરૂચમાં 670 કરતાં વધારે, અંકલેશ્વરમાં 480થી વધુ તથા જંબુસરમાં 345થી વધુ પોલીસ જવાનોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરી પોતાનો કિમંતી મત આપ્યો હતો. આમ ચૂંટણીની ફરજ પર જતાં પહેલાં પોલીસ જવાનોએ તેમની મતદાનની ફરજ નિભાવી હતી.

અન્ય સમાચારો પણ છે...