કામગીરી:ભરૂચના 1200 બૂથ પર આજે મતદાર યાદી સુધારણા ઝુંબેશ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવા નામની નોંધણી તથા અન્ય કામગીરી કરી અપાશે

ભરૂચ જિલ્લાના 1,300 જેટલા બુથ પર આજે રવિવારના રોજ મતદાર યાદી સુધારણા હાથ ધરવામાં આવશે. બુથ લેવલ ઓફીસરની હાજરીમાં મતદારો નવા નામની નોંધણી કરાવી શકશે તેમજ નામ કે સરનામામાં સુધારા વધારા કરાવી શકશે.

રાજયમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહયો છે. આજે રવિવારે મતદારયાદી સુધારણાની ખાસ ઝુંબેશ અંતર્ગત 1,300 જેટલાં મતદાન મથકોએ બુથ લેવલ ઓફિસર હાજર રહી અરજીઓ સ્વીકારશે મતદારો મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટેની કામગીરી કરાવી શકશે.

સંબંધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી પૂરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ લેવલ ઓફિસરોને હક્ક દાવો રજુ કરી શકશે. યુવા નાગરિકો મતદા૨યાદીમાં નામ દાખલ કરાવવા, મૃત્યુ સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવા, સુધારા માટે તથા એક જ વિધાનસભા મતદાર વિભાગમાં સ્થળાંતર માટે જરૂરી આધાર પુરાવા સાથે ઉપરોક્ત ચાર રવિવાર દરમિયાન સબંધિત મતદાન મથકે નામ નોંધણી અને સુધારા કરાવવાની તક છે.

અન્ય સમાચારો પણ છે...