ઝુંબેશ:ભરૂચમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાઈ, અમુક મતદાન મથકો ખુલ્યા જ નહિં હોવાની ફરિયાદો

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ મતદાન મથકોએ નવા મતદારો નોંધણી, નામ કમી, નામ અને અટક સુધારવા માટે ખાસ આયોજન કરાયું

ભરૂચ જિલ્લામાં રવિવારે ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરેક મતદાન મથકોએ બુથ લેવલ ઓફિસરની ઉપસ્થિતિમાં મતદાર યાદી સુધારણા કામગીરી હાથ ધરાઈ હતી. જોકે, કેટલાક મતદાન મથકો ખુલ્યા જ નહિં હોવાની ફરિયાદો ઉઠતા તંત્ર દોડતું થયું હતું.

રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણીને ધ્યાને લઈ ગુજરાત અને ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 1 નવેમ્બરથી હાથ ધરાયો છે. જેમાં ખાસ કરી તા. 14, 21, 27 અને 28 નવેમ્બરે વિશેષ ઝુંબેશ ચલવાઈ રહી છે. જેના ભાગરૂપે આજે પ્રથમ રવિવારે ભરૂચના તમામ મતદાન મથકોએ BLOની ઉપસ્થિતિમાં નવા મતદારો નોંધણી, નામ કમી, નામ અને અટક સુધારવા માટે ખાસ આયોજન કરાયું હતું. જોકે, શહેર અને જિલ્લાના કેટલાક મતદાન મથકો સવારથી જ નહીં ખુલતા કે BLO હાજર નહિ હોવાની ફરિયાદો ઉઠી હતી.

અંકલેશ્વરની ઝેનિથ હાઈસ્કુલ સર્વોદય નગર અને વાલિયાની શ્રી રંગ સ્કૂલ ખાતે પણ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા હેઠળ બુથ લેવલ ઓફિસરની ઉપસ્થિતિમાં કામગીરી હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...