• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Vishwavan Is Not Only A Tourist Destination But Also The Best Place To Study For Students Of Botany And Geography: Thavarchand Gehlot

કર્ણાટકના રાજ્યપાલ SOUની મુલાકાતે:વિશ્વવન ન માત્ર પર્યટન સ્થળ પરંતુ વનસ્પતી વિજ્ઞાન અને ભુગોળના વિદ્યાર્થીઓ માટે અભ્યાસનું સર્વશ્રેષ્ઠ સ્થાન: થાવરચંદ ગેહલોત

નર્મદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજયપાલ થાવરચંદ ગેહલોતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી અર્પી
  • કલેક્ટરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક રાજ્યપાલને સ્મૃતિરૂપે અર્પણ કરી

કર્ણાટકના રાજયપાલ થાવરચંદ ગેહલોતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. રાજ્યપાલે સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી અર્પી હતી. તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે દેશની એકતા અને અખંડિતતા વધુ મજબૂત બનવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, વિશ્વ ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને અત્યંત પ્રભાવિત છું. સરદાર વલ્લભભાઇ પટેલની પ્રેરણા આ પ્રતિમાથી નિરંતર સૌને મળતી રહેશે અને તેનાથી દેશની એકતા અને અખંડીતતા વધુ મજબુત થશે તેવો આશાવાદ સેવ્યો હતો.

રાજ્યપાલે વધુમાં જણાવ્યુ હતું કે, પ્રતિમાના નિર્માણ થકી સમસ્ત કેવડિયા એકતાનગરનો વિકાસ થયો છે અને સાથે સાથે સ્થાનિય આદિવાસી સમાજને પણ સીધી રોજગારી મળી છે. જે પ્રધાનમંત્રીના પ્રયત્નોને કારણે શકય બન્યુ છે. પ્રતિમાના નિર્માણ સાથે જોડાયેલા તમામનો આભાર વ્યકત કર્યો હતો.

રાજયપાલ થાવરચંદ ગેહલોતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની પાદ પૂજા કરી ભાવવંદના કરી હતી. ત્યારબાદ 135 મીટરની ઊંચાઈએ આવેલા વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

SOUખાતે રાજયપાલનું આગમન થતા ગાઇડ મયુરસિંહ રાઉલ દ્વારા સંસ્કૃત ભાષામાં સ્વાગત કરવામાં આવ્યું હતું, આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતા અને સ્થાનિકોને મળી રહેલી રોજગારી બાબતે જનસંપર્ક અધિકારી PRO રાહુલ પટેલે ઝીણવટભરી માહિતી આપી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર કુલદીપસિંહ વાળાએ રાજયપાલ થાવરચંદને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.

ત્યારબાદ રાજયપાલ ગેહલોતે વિશ્વવનની મુલાકાત લઇને વસુધૈવ કુટુંબકમની ભાવનાને જાગૃત કરતા આ વનને નિહાળી અભિભુત થયા હતા અને જણાવ્યુ હતુ કે, વિશ્વ વન ન માત્ર પર્યટન સ્થળ પરંતુ વનસ્પતી વિજ્ઞાન અને ભુગોળના વિદ્યાર્થીઓ માટે અભ્યાસનું સર્વશ્રેષ્ઠ સ્થાન છે. અંતે તેઓ નર્મદા મહાઆરતીમાં સહભાગી થયા હતા.

અન્ય સમાચારો પણ છે...