વિકાસલક્ષી કામોને વેગ:ભરુચમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો, ₹52.42 કરોડના વિવિધ યોજનાના કામોનું ઈ - ભૂમિપૂજન કરાયું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરુચ જિલ્લામાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ₹52.42 કરોડના વિવિધ યોજનાના કામોનું ઈ-ભૂમિપૂજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વિવિધ અગ્રણીજનો હાજર રહ્યાં હતાં.

90 લાખની કિંમતનું વોટર ટેન્કર ફાળવવામાં આવ્યું
ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. મહાનુભાવના હસ્તે ભરૂચ જિલ્લાની ચારેય નગરપાલિકા અને નવ તાલુકાઓમાં અંદાજિત ₹52.42 કરોડના વિકાસ કામોનું ઇ-ભૂમિપૂજન કરાયું હતું. રૂપિયા 90 લાખની કિંમતનું અધ્યતન ટેકનોલોજીથી સજ્જ ફાયર વોટર ટેન્કર ભરૂચ નગરપાલિકાને ફાળવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અરૂણસિંહ રાણા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ , જિલ્લા વિકાસ અધિકારી , પ્રાંત ઓફિસરો સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...