ઠગાઇ:હપ્તેથી અનાજ-રૂપિયા આપી વિશ્વાસ કેળવી મહિલાના 7.46 લાખ ચાંઉ કર્યાં

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભરૂચ શહેરના ધોબીતળાવ લીંબુ છાપરી વિસ્તારની ઘટના
  • બી ડિવિઝન પોલીસ મથકે મહિલા ઠગ વિરુદ્ધ ગુનો નોંધાયો

ભરૂચના ધોબીતળાવ મસ્જીદ પાસે લીંબુ છાપરી વિસ્તારમાં રહેતી એક મહિલાને મદિના પાર્ક વિસ્તારની એક મહિલાએ પહેલાં હપ્તેથી રૂપિયા તેમજ અનાજ આપી વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં દુકાનમાં સામાન ભરવાનો છે કહીં વાતોમાં ભોળવી ઠગ મહિલાએ તેમની પાસેથી રોકડા રૂપિયા, દાગીના લઇ તેમજ તેમના નામે ત્રણ આઇફોન ખરીદી કુલ 7.46 લાખની ઠગાઇ કરી હતી. બનાવ સંદર્ભે ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ભરૂચના લીંબુછાપરી વિસ્તારમાં રહેતી ફરહાનાબાનુ મહમદસાજી શેખ ત્રણેક વર્ષ પહેલાં મદીનાપાર્ક બાવા રેહાન દરગાહ પાસે રહેતી અફસાના સાજીદ અલી સૈયદ સાથે મુલાકાત થઇ હતી. અફસાના અનાજનો વેપાર કરતી હોઇ તેમના મહોલ્લામાં આવતી હોઇ ઓળખ થયાં બાદ તેણે જણાવ્યું હતુ઼ કે, વ્યાજનો ધંધો કરે છે અને અનાજ-રૂપિયા હપ્તેથી ઓ છે. જેથી ફરહાનાબાનુએ બેત્રણવાર તેમની પાસેથી હપ્તેથી અનાજ-રૂપિયા લઇ પરત કર્યાં હતાં.

દરમિયાનમાં તેમની વચ્ચે વિશ્વાસ કેળવાતાં દિવાળીના સમયમાં અફસાનાએ તેમને મારે તેલના ડબ્બાનું પેમેન્ટ કરવાનું છે જેથી 5 લાખ રૂપિયા આપો તેમ કહેતાં તેમણે યેનકેન પ્રકારે 5 લાખ રૂપિયા એકત્ર કરી તેમને આપ્યાં હતાં. .બાદમાં હજી રૂપિયાની જરૂરીયાત હોવાનું જણાવતાં ફરહાનાબાનુએ તેમની સોનાની ચેઇન તેમજ કાનના એઇરિંગ પણ ગીરવે મુકવા આપ્યાં હતાં.

બાદમાં અફસાનાએ તેમની પાસે વિવિધ ડોક્યુમેન્ટ માંગી તેના આધારે બેંકોના ફાયનાન્સ કાર્ડ તૈયાર કરાવી 3 ઓઇફોન ખરીદ્યાં હતાં. જેના હપ્તાના રૂપિયા અફસાનાએ નહીં ભરતાં ફરહાનાબાનું પર ઉઘરાણીના કોલ શરૂ થઇ ગયાં હતાં. અફસાનાએ આ પ્રકારે અનેક લોકોને છેતર્યાં હોવાનું માલુમ પડતાં આખરે ફરહાનાબાનુએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...