તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણવેશ વિતરણ:આંગણવાડીના બાળકોને વિનામૂલ્યે યુનિફોર્મ યોજનાનો CM રૂપાણી દ્વારા વર્ચ્યુઅલ પ્રારંભ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લાની આંગણવાડીના બાળકોને 38600થી વધુ ગણવેશ વિતરણ કરાશે

ભરૂચ શહેરમાં કલેકટર કચેરીના વિડિયો કોન્ફ્રન્સ રૂમમાં મહિલા અને બાળ વિકાસ, ગુજરાત સરકાર ધ્વારા આંગણવાડીના તમામ બાળકો માટે ગણવેશ વિતરણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આઠ બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું.ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોના બાળકો માટે સંવેદના સ્પર્શી નવતર અભિગમ થકી રાજયભર 53029ની આંગણવાડીઓના 14 લાખ બાળકોને વિનામુલ્યે યુનિફોર્મની વિતરણની આગવી પહેલ કરી છે.

જેમ 36 કરોડ 28 લાખના ખર્ચે આકાર પામેલી યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો હતો.જેમાં ભરૂચ જિલ્લાની તમામ આંગણવાડીના બાળકો માટે કુલ 38600 થી વધુ ગણવેશ વિતરણ કરાશે તેમ જણાવી ભરૂચ ખાતે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પા પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકારે હંમેશા બાળકો અને મહિલાઓના સર્વાંગી વિકાસને પ્રાઘાન્ય આપ્યું છે. તેમણે આંગણવાડીમાં બાળકો ગણવેશ પહેરીને આવશે તો બાળકોમાં પણ ઉત્સાહ વધશે તેમ જણાવ્યું હતું.

ગાંધીનગર ખાતેથી રાજ્યની 53 હજાર આંગણવાડીના 14 લાખથી વધુ 3 થી 6 વર્ષના બાળકોને અંદાજે રૂ.36 કરોડના ખર્ચે દરેક બાળકને બે જોડી ગણવેશ એમ કુલ 28 લાખ જોડી વિનામૂલ્યે ગણવેશ વિતરણ કરીને ગરીબ અને સામાન્ય પરિવારના બાળકો માટે ગુજરાત સરકારે નવતર પહેલ કરી હતી.આ કાર્યક્રમમાં આઠ બાળકોને પ્રમુખ અને મહાનુભાવોના હસ્તે ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...