તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:અંકલેશ્વર સુરવાડી ફાટક પર નવ નિર્માણ ફ્લાય ઓવરનું ગુરુવારના રોજ વર્ચ્યુઅલ લોકાર્પણ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 104 કરોડના ખર્ચે બંધાયેલા પુલનું ઉદ્ઘાટન નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે વીડિયો કોન્ફરન્સ થકી કરાશે
  • અધૂરા બ્રિજનું કામ પૂર્ણ કરતા હજુ બે મહિનાનો સમય લાગે તેવી શક્યતા

અંકલેશ્વર શહેર તરફથી જુના નેશનલ હાઈવે નંબર આઠને જોડતા માર્ગ ઉપર સુરવાડી ફાટક પર નવ નિર્માણ પામેલા બ્રિજનું ઈ લોકાર્પણ ગુરુવારના રોજ કરશે. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ આ બ્રિજનું ખુલ્લો મુકશે.

બ્રિજનો એક તરફનો ભાગ નિર્માણ કરવાનો બાકી

અંકલેશ્વર શહેર તરફથી જુના નેશનલ હાઈવે નંબર આઠને જોડતા માર્ગ સુધી સુરવાડી રેલવે ફાટક ઉપર નવા ફ્લાય ઓવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વાહનચાલકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને આ બ્રિજની માંગ ઉઠતા વર્ષ 20216 માં તેને પ્રાથમિક મંજુરી આપવામાં આવી હતી. અને ત્યારે બાદ પાંચ વર્ષે આ બ્રિજનું નિર્માણ પૂર્ણ થયું છે. જો કે જુના નેશનલ હાઈવે નંબર 8 ઉપર એક તરફનો ભાગ નિર્માણ કરવાનો બાકી છે.

ભરૂચ તરફ જવાનો માર્ગ પૂર્ણ થઇ જતા ઈ લોકાર્પણ

પરંતુ ભરૂચ તરફ જવાનો માર્ગ પૂર્ણ થઇ જતા તેનું ઈ લોકાર્પણ કરી દેવામાં આવશે. ગુરુવારે સવારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે તેનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરવામાં આવશે. 104.86 કરોડના ખર્ચે આ બ્રીજ નિર્માણ પામ્યો છે. ત્યારે આ બ્રીજ ખુલ્લો મુકાતા વાહનચાલકોનો સમય હવે ફાટક ઉપર નહિ વેડફાય. ઈ લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સંસદ મનસુખ વસવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...