ભરૂચ / જંબુસરના કબ્રસ્તાનમાં અંતિમ વિધિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હોવાનો વીડિયો વાઈરલ, મામલતદારે સમજાવીને ઘરે મોકલ્યા

X

  • કોરોના વાઈરસની મહામારીને પગલે જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનો ભંગ થયો

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 05:24 PM IST

ભરૂચ. કોરોના વાઈરસની મહામારી વચ્ચે ભરૂચ જિલ્લાના જંબુસરના ભાગલીવાડ વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. એક વ્યક્તિની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેને પગલે જંબુસર મામલતદાર અને તેમની ટીમ સ્થળ ઉપર દોડી ગઇ હતી અને અંતિમ વિધિમાં આવેલા લોકોને સમજાવીને ઘરે પરત મોકલ્યા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી