જાનથી મારવાની ધમકી:જંબુસર નગરપાલિકાના વોર્ડ -2ના સભ્ય પર બે જણાનો હિંસક હુમલો

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા પર લાભાર્થીનો ફોટો મુકવા બાબતે મામલો ગરમાયો

જંબુસર પાલિકા વોર્ડ નંબર બેનાં સદસ્ય વિશાલ જે પટેલ ઉપર તેજ સમાજના બે યુવાનો દ્વારા હુમલો કરાયો ઘાયલ થયેલ વિશાલ પટેલને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.

વિશાલ પટેલ વોર્ડ નંબર બે પાલીકા સદસ્ય હોય તેઓ દ્વારા ઉત્કર્ષ પહેલ યોજના અંતર્ગત લાભાર્થી દુર્ગાબેન પટેલને લાભ અપાવ્યો હતો અને તે ફેસબુક પર વિશાલ પટેલે પોસ્ટ શેર કરી હતી જે પોસ્ટ જોઈ દુર્ગા બહેનના પૌત્ર વિપુલ પટેલ તેમને આ પોસ્ટ ન ગમતાં પોસ્ટની બિભત્સ કોમેન્ટ કરી પાલીકા સદસ્ય વિશાલ પટેલને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

વિશાલ પટેલ નગરપાલિકા ખાતે હોય વિપુલ પટેલ તથા તેનો ભાઈ પ્રણય ઉર્ફે પલ્લુ પટેલ લાકડી અને ડમ્બેલ્સ લઈ આવ્યા અને વિશાલ પટેલ પર હુમલો કરી માથાના ભાગે તથા પીઠ પર માર મારી ઇજા કરેલ હતી. તેમ વિશાલ પટેલ દ્વારા જણાવાયું હતું ઈજાગ્રસ્ત વિશાલ પટેલને સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.

આ સહિત પાલીકા સદસ્ય વિશાલ પટેલના ભાઈ નૈશધ પટેલને સદર બનાવની જાણ થતા તેઓ નગરપાલિકા ખાતે જતા હતા તે સમય દરમ્યાન વિપુલ પટેલ તથા પલ્લુ પટેલે નૈશધ પટેલ પર હુમલો કરી માર માર્યો હોય બચાવ માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...