• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Violence Between Two Parties Over Minor Issue In Dayadara Village, Crime Against 9 Persons, Bharuch Taluka Panchayat Vice President Also Attacked

વિવાદ:દયાદરા ગામે નજીવા મુદ્દે બે પક્ષો વચ્ચે ધિંગાણું, 9 જણાં વિરૂદ્ધ ગુનો, ભરૂચ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પર પણ હૂમલો કરાયો

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રસ્તા પરથી બુલેટ સાઇડમાં હટાવવાનું કહેતાં મામલો ગરમાયો

ભરૂચના દયાદરા ગામે રોડ પાસે બુલેટ પાર્ક કરનારને એક પશુપાલકે પશુઓથી બુલેટને નુકશાન ન થાય તે માટે બુલેટ હટાવવા કહેતાં મામલો ગરમાયો હતો. નજીવા મુદ્દે બે પક્ષો વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. જેમાં ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ પર પણ હૂમલો થતાં બંને પક્ષે પોલીસેમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ તાલુકાના દયાદરા ગામે પ્રેમનગરીમાં રહેતાં મણીલાલ કોયા વસાવા હાલમાં ભરૂચ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે. ગઇકાલે સાંજના સમયે તેમનો પિતરાઇભાઇ ઠાકોર હિરા વસાવા તેના પશુઓ લઇને ઘરે આવી રહ્યો હતો.

ત્યારે દયાદરા ફાટક પાસે બુલેટ પાર્ક કરનાર અજરૂદ્દીન શબ્બીર ડેરીવાલાને તેના બુલેટને નુકશાન ન થાય માટે સાઇડમાં પાર્ક કરવા કહેતાં તેણે ઠાકોરને અપશબ્દો ઉચ્ચારતાં ઠાકોરે મણીલાલને ઘટનાથી વાકેફ કરતાં તે કહેવા જતાં અજરૂદ્દીનન તેમજ તેના ભાઇ મિન્હાજે તેમને જાતિવિષયક અપશબ્દો ઉચ્ચારતાં આમોદ પોલીસમાં તેમણે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. પ્રકરણમાં મોહંમદ અઝીમ શબ્બીર હૂસેન દુધવાલાએ ફરિયાદ આપી હતી કે, તેઓ ગામના બસ સ્ટેન્ડ પાસેની તેમની દુકાને હતાં. તે વેળાં મણીલાલ વસાવાએ તેને ફોન કરી અપશબ્દો ઉચ્ચાર્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...