ઉનાળાની હજી શરૂઆત જ થઈ છે ત્યાં જંબુસર તાલુકાના સરદારપુરા અને ડોલિયા ગામે 22 દિવસથી પીવાનું પાણી નહી મળતા ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
નર્મદા નદી કાંઠે વસેલા ભરૂચમાં પીવાના પાણીની બૂમો ઉઠવા પામી છે. ઉત્તર બારા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ જંબુસર તાલુકાના ખાનપુર, ડોલિયા, વાંસેટા, સરદારપુરા, નડિયાદ, કલક ગામોમાં પાણી પહોંચાડવામાં આવે છે.પરંતુ ડોલિયા અને સરદારપુરામાં છેલ્લા 22 દિવસ ઉપરાંતથી પાણી પૂરવઠો પહોંચી શક્યો નથી.
ડોલિયા ગામની 700 અને સરદારપુરા ગામની 450 જેટલી વસ્તીને પીવાનું પાણી પહોંચતું નથી. જે અંગે સરદારપુરાના ડેપ્યુટી સરપંચ કિશોર પઢિયાર તથા ડોલિયા સરપંચ પિંકલબેન મકવાણા દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર એમ બી પટેલને લેખિત મૌખિક રજુઆતો કરવામાં આવી છે. તેમ છતાંય આજદિન સુધી પાણીની સમસ્યા હલ થઈ નથી કે અધિકારીએ રૂબરૂ મુલાકાત કરેલ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.