તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:હિંગલ્લાથી પાલેજ સુધીનો માર્ગ બિસ્માર બનતા ટંકારીયા ગામ સહિતના ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામ લોકોએ ચોમાસા પૂર્વે આ માર્ગ રીપેર થાય તેવી ઉગ્ર માંગ કરી

ભરૂચના હિંગલ્લાથી પાલેજ સુધીનો માર્ગ બિસ્માર બનતા ટંકારીયા ગામ સહિતના ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. જેમાં વહેલી તકે માર્ગ બનાવવાની માંગ કરી છે.

વારંવાર રજૂઆત કરવા છતાં માર્ગ અને મકાન વિભાગ બેધ્યાન

છેલ્લા ઘણા વર્ષોથી હિંગલ્લાથી પાલેજ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. જે માર્ગનો અનેક ગામના લોકો ઉપયોગ કરે છે. માર્ગ બિસ્માર હોવાથી અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. માર્ગ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈપણ જાતના પગલાં ભરવામાં ન આવતા ગ્રામજનો યાતનાઓ વેઠવાનો વારો આવી રહ્યો છે.

રોડનું કામ ન શરૂ થાય તો ચક્કાજામ સહિત ઉગ્ર આંદોલનની ચીમકી

માર્ગ મંજૂર થઈ ગયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ કારણોસર બનાવવામાં ન આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે વહેલી તકે માર્ગ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને જો રોડનું કામ ન શરૂ થાય તો ચક્કાજામ સહિત ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. 10-15 હજારની વસ્તી ધરાવતા ગામને જોડતો મુખ્ય માર્ગ અત્યંત જર્જરિત અને ખખડધજ્જ હોવાથી 3 ગામના લોકોનો આવન જાવન માટે અત્યંત હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે ચોમાસા પૂર્વે આ માર્ગ રીપેર થાય તેવી ઉગ્ર માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...