તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી : પાંજરાપોળના બેહાલ:વાલિયા ગામમાં રખડતા પશુઓને અન્યત્ર ખસેડવા તંત્ર મજબૂર બન્યું, તાલુકાનું જર્જરિત પાંજરાપોળ બંધ હાલતમાં

ભરૂચ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગામમાં રખડતા અને તાલુકાનાં અન્ય ગામોમાં બિમાર પશુઓને ક્યાં રાખવા તે પ્રશ્ન ઉભો થયો
 • રખડતા પશુઓ પકડવા તંત્ર પણ ઉદાસીન વલણ અપનાવવા મજબૂર

વાલિયા ગામના ચાર રસ્તા પાસે 80 વર્ષ જૂનું પશુઓ માટેનું પાંજરાપોળ આવેલું છે. જે અત્યારે તે છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં પડી રહ્યું છે. તેના કારણે ગામમાં રખડતા અને તાલુકાનાં અન્ય ગામોમાં બિમાર પશુઓને ક્યાં રાખવા તે પ્રશ્ન ઉદભવ્યો છે. ત્યારે લોકોએ પાંજરાપોળ રિપેરિંગ કરાવી શરૂ કરવામાં આવે તેવી તંત્રને માંગ કરી છે.

રખડતા પશુઓ પકડવા તંત્રનું ઉદાસીન વલણઆ પાંજરાપોળ ખાતે તાલુકાનાં 166થી વધુ ગામમાં રખડતા, બિમાર સહિતના પશુઓ રાખવામાં આવી રહ્યા હતા. ટ્રસ્ટ સંચાલિત આ પાંજરાપોળ હાલમાં બંધ હાલતમાં છે. જેને પગલે વાલિયા ગામમાં રખડતા અને તાલુકાનાં અન્ય ગામોમાં બિમાર પશુઓને ક્યાં રાખવા તે પ્રશ્ન ઉદભવ્યો છે. ત્યારે વાલિયા ગામમાં નાગરિકો પર હુમલો કરતાં પશુઓને ઝઘડિયાના ગુમાનદેવ સ્થિત ગૌ શાળા ખાતે ખસેડવા તંત્ર મજબૂર બની જવા પામ્યું છે અને ત્યાં સુધી લઈ જવા માટે ભાડું ખર્ચતા પહેલા પણ વિચાર કરવો પડે છે. જેને પગલે રખડતા પશુઓ પકડવા તંત્ર પણ ઉદાસીન વલણ અપનાવવા મજબૂર છે. ત્યારે વહેલી તકે છેલ્લા બે વર્ષથી બંધ આ પાંજરાપોળ રિપેરિંગ કરાવી શરૂ કરવામાં આવે તેવી તાલુકાવાસીઓ માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો