તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રભુતુલ્ય સન્માન:જંબુસરના ડાભા ગામે પુત્રએ બનાવ્યું માતા-પિતાનું અનોખુ મંદિર, મૂર્તિઓ સાથે વસ્ત્રો અને બૂટ-ચંપલ પણ દર્શન માટે રાખ્યા

ભરૂચ2 મહિનો પહેલાલેખક: જીગર દવે
 • આ મંદિર માતા-પિતાનું આદર અને સન્માન કરવાની શીખ આપે છે
 • મંદિરમાં અન્ય લોકો પણ આવીને શાંતિનો અનુભવ કરે છે

ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાનાં ડાભા ગામ ખાતે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાના ડાભા ગામ ખાતે સામાન્ય સાયકલથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સ્વ. બાબર રોહિત તથા તેમનાં પત્ની સોના રોહિતનાં અવસાન બાદ તેમની યાદમાં તેમના સંતાન વલ્લભ રોહિતે એમનું મંદિર બનાવ્યું છે.

માતા પિતાનો આદરભાવ વધે માટે એમણે મંદિરની સ્થાપના કરી
વલ્લભ રોહિત એક ખેડૂત અને વ્યાપારી વ્યક્તિ છે. અને ખુબજ સાદગી પૂર્ણ જીવન વ્યતિત કરે છે. તેઓ તેમના માતા પિતા પ્રત્યે ખુબજ આદર ભાવ રાખે છે. 2016માં એમના માતા સોના રોહિતનું નિધન થઈ ગયું અને ત્યાર બાદ વર્ષ 2019માં એમના પિતાનું અવસાન થતાં તેઓએ માતાપિતાની યાદમાં એમનું મંદિર બનાવી નાખ્યુ છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં વલ્લભએ જણાવ્યું હતું કે 33 કરોડ દેવી દેવતાઓના સમગ્ર વિશ્વમાં મંદિર છે. અને માતા પિતાએ ભગવાનનું સ્વરૂપ હોવા છતાં ક્યાંય પણ એમનું મંદિર નથી. માટે લોકોમાં માતા પિતાનો આદરભાવ વધે માટે એમણે મંદિરની સ્થાપના કરી છે. આ મંદિરમાં અન્ય લોકો પણ આવે છે. અને શાંતિનો અનુભવ કરે છે.

વૃદ્ધાશ્રમમાં માં-બાપને રઝળવા છોડી મુકતા સંતાનો માટે ઉદાહરણ
વલ્લભ રોજ એમના દિવસની શરૂઆત માતા પિતાના મંદિરે જઈ એમની પૂજા અર્ચના કરીને કરે છે. એમના માતા-પિતાના મંદિરમાં ન માત્ર એમની મૂર્તિઓ છે. પણ એમના માતા-પિતાના વસ્ત્રો અને બૂટ-ચંપલ પણ છે. આ વાત તમામ લોકોને સબક આપે છે જે લોકો વૃદ્ધાશ્રમમાં એમના માં-બાપ ને રઝળવા છોડી મૂકે છે. આ મંદિર એ તમામ લોકોને માતા-પિતાનું આદર અને સન્માન કરવાની શીખ આપે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો