કાર્યવાહી:આમોદના આછોદ ગામે વીજીલન્સ ટીમના દરોડા

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આમોદ તાલુકાના આછોદ ગામે વહેલી સવારે લોકો મીઠી નીંદર માણી રહ્યાં હતાં. ત્યારે વીજ કંપનીની વીજીલન્સ ટીમે રેડ કરી હતી. દરમિયાન મીટર બાઈપાસ કરી લંગરનાંખી વીજ ચોરી કરનારા 14 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી મીટર સહીત વાયરનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ 14 ગ્રાહકો પાસેથી ત્રણ લાખથી વધુની વીજચોરી પકડી પાડી આકરો દંડ ફટકારતા અન્ય વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...