ભરૂચ જિલ્લા પોલીસ અને ભરૂચ પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી તેમજ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સાયબર ક્રાઈમને લઈ લોકોમાં જનજાગૃતિ લાવવાના હેતુસર પંડિત ઓમકારનાથ હોલ ખાતે જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ “સાયબર ક્રાઈમ લોક જાગૃતતા અભિયાન અંતર્ગત સેમીનાર યોજાયો હતો. એસપી લીના પાટીલે પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, ઈન્ટરનેટ થકી સમગ્ર વિશ્વના દેશો તથા લોકો માટે પણ પરસ્પર માહિતીનું આદાન પ્રદાન કરવા ખૂબ જ સહેલુ થઈ ગયું છે.
આ પ્રકારની સવલતના કારણે માનવજીવન ધોરણ પણ ઉંચું આવ્યું છે. પરંતુ દરેક સગવડો માટે કહેવાય છે તેમ સિક્કાની જેમ બે પાસા હોય છે. સકારાત્ક અને નકારાત્ક પાસા. આ ક્ષેત્રમાં નકારાત્મ પાસા એવા સાયબર ક્રાઈમનો ઉદભવ થયો છે. સાંપ્રત સમયમાં સાઈબરક્રાઈમથી બચવા માટે સર્તકતતા સાથે જાગૃતિ કેળવવાની જરૂર છે.
પંડિત ઓમકારનાથ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાયબર એક્સપર્ટ ડી.એન.પંચાલ, નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશ ઠાકર, કે.જી.એમ વિદ્યાલયના ઉપાસનાસિંહ સહિત વડોદરાથી વિશેષ સાયબર એક્સપર્ટ તેમજ મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.