તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વાગરાના મામલતદારે વેપારીને લાફો ઝિંક્યાનો વીડિયો વાઇરલ

ભરૂચ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • વેપારીએ ફેરવી તોળ્યું, માસ્ક હોઇ વ્યક્તિ ઓળખાયો નહીં
 • તેમને બદનામ કરવાનો કારસો રચાયો હોવાનું મામલતદારની કેફિયત

વાગરા બજારમાં આવલી એક દુકાનમાં ચેકિંગ વેળાં મામલતદારે વેપારીને અપશબ્દો ઉચ્ચારી તમાચો ઝીંકી દીધોનો વિડીયો વાયરલ થયો હતો. જોકે, ઘટના બાદ વેપારીએ મામલામાં ફેરવી તોડી તમાચો મારનાર વ્યક્તિએ માસ્ક પહેર્યો હોઇ ભુલ થઇ હોવાનું જણાવ્યું હતું. જ્યારે મામલતદારે પણ તેમને બદનામ કરવાનો કારસો રચાયો હોવાની કેફિયત રજૂ કરી હતી. વાગરાના બજારમાં આવેલી એક અનાજ કરિયાણાની દુકાનમાં વાગરા મામલતદારે ચેકિંગ કરવા માટેે ગયાં હતાં.

જ્યાં વેપારી સાથે વાતચીત દરમિયાન મામલો ગરમાતાં તેમણે વેપારીને તમાચો ઝીંકી દીધો હોવાનો વિડિયો વાયરલ થયો હતો. જોકે, ઘટના રવિવારે સાંજે બની હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. મામલતદારે વેપારીને તમાચો માર્યો હોવાની વાતને લઇને વાગરા સહિત પંથકમાં રોષ ફેલાયો હતો. અરસામાં વેપારીએ ફેરવી તોળી રદિયો આપતો વિડિયો વાયરલ થયો હતો.

જેમાં વેપારીએ જણાવ્યું હતું કે, રવિવારે બનેલી ઘટનામાં જે શખ્સે તમાચો માર્યો તેણે માસ્ક પહેર્યો હતો. તેથી તે મામલતદાર હતા કે અન્ય કોઇ તે જાણતો નથી. બીજી તરફ મામલતદાર રણજીત મકવાણાએ પણ જણાાવ્યું હતું કે, કોઇએ તેમને બદનામ કરવાના ઇરાદે ખોટો વિડિયો વાયરલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો