ભરૂચમાં ગેરકાયદે ધર્માંતરણનો મામલો:ધર્મપરિવર્તન માટે લોકોને આર્થિક લાલચ આપી રહેલા હાજી અબ્દુલ્લા ફેફડાવાલાનો વીડિયો વાયરલ, 9 લોકો સામે નોંધાયો છે ગુનો

ભરૂચ20 દિવસ પહેલા
હાજી અબ્દુલ્લા ફેફડાવાલા
  • ધર્માંતરણ કેસમાં પોલીસે 9 શખ્સો સામે ગુનો દાખલ કરી 4 શખ્સોની ધરપકડ કરી છે
  • ફેફડાવાલા આ આખા કાવતરા માટે ફંડીંગ પૂરું પાડતો હતો

ભરૂચ જિલ્લા કાંકરિયા ધર્માંતરણ કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. આ મામલે પોલીસે 9 શખ્સો સામે ગુનો દાખલ કરી 4 શખ્સોની ધરપકડ પણ કરી છે. જ્યારે બીજી તરફ મુખ્ય આરોપી હાજી અબ્દુલ્લા ફેફડાવાલાનો એક વીડિયો સામે આવ્યો સામે આવ્યો છે. જેમાં તે સ્થાનિકોને ધર્માંતરણના બદલામાં આર્થિક લાલચ આપતો નજરે પડે છે.

રાજ્યમાં વડોદરા બાદ ભરૂચના કાંકરિયામાં ધર્માંતરણના કેસમાં ફેફડાવાલાની ફંડીંગ માટે ભૂમિકા સામે આવી હતી. આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપનાર પ્રવિણ ઉર્ફે સલમાનના જણાવ્યા અનુસાર તેમને સ્ત્રી સુખ અને આર્થિક લાલચ આપી ધર્માંતરણ કરાવાયું હતું. ફેફડાવાલા આ આખા કાવતરા માટે ફંડીંગ પૂરું પાડતો હતો. જે વીડિયો સામે આવ્યો છે તેમાં હાજી અબ્દુલ્લા ફેફડાવાલા લંડન સ્થિત લોકો વતી સ્થાનિકો સાથે વાત કરતો નજરે પડે છે.

લોકોને લાલચ આપતો હાજી અબ્દુલ્લા ફેફડાવાલા
લોકોને લાલચ આપતો હાજી અબ્દુલ્લા ફેફડાવાલા

અગાઉ ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બનેલા અજિત ઉર્ફે અઝીઝ સહિતના લોકો સાથે વાતચીતમાં જરૂરિયાત પૂછવામાં આવી હતી જેમાં ધર્મ પરિવર્તન બાદ ભાઈ બનાવવાની વાત કરાઈ હતી. સાથે મકાન, અનાજ અને ભોજન સહીત જરૂરિયાત પુરી કરવાના વચન અપાયા હતા.

કાંકરિયા ગામ
કાંકરિયા ગામ

ભરૂચ જિલ્લાના આમોદના કાકરિયા ગામના 37 પરિવારના 100 લોકોને મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવાયુ હતું. એક તરફ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. ત્યારે બીજી તરફ ફરિયાદ કરનાર યુવાનને ધાકધમકીઓ આપવામાં મળી રહી છે.આ અંગે ગામના સરપંચ અનિલ વસાવાએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી ગામમાં ધર્માંતરણની ગેરપ્રવૃત્તિ ચાલી રહી હતી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ મામલે જણવ્યું હતું કે, નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. ફંડીંગ ક્યાંથી? કયા માધ્યમથી? કોના દ્વારા? અને કોને મોકલવામાં આવ્યું છે? જેવા પ્રશ્નોના પોલીસ જવાબ શોધી રહી છે.

રાજેન્દ્રસિંહ ચુડાસમા, એસપી, ભરૂચ
રાજેન્દ્રસિંહ ચુડાસમા, એસપી, ભરૂચ

આમોદના હિન્દૂ સંગઠનના અગ્રણી મુકેશ જાદવે જણાવ્યું હતું કે, દાયકાથી સતત આદિવાસીઓના ધર્માંતરણના પ્રયાસ ચાલી રહ્યા હતા. જોકે, વર્ષ 2018 બાદ પૈસાની લાલચનો પેતરો સફળ રહેતા 100થી વધુ લોકોનું ધર્મ પરિવતર્ન કરાવવામાં સફળ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...