અર્પણ:અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ ખાતે ત્રણ અદ્યતન વેન્ટીલેટરનું દાન આપવામાં આવ્યું

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જી.આઈ.ડી.સી સાંસ્કૃતિક મંડળ અંકલેશ્વર અને હ્યુબેક કલર પ્રાઇવેટ લિમિટેડ તરફથી દાન અપાયું
  • હવે આઈ.સી.યુમાં દાખલ કોવિડ દર્દીઓને સચોટ સારવાર મળી રહેશે

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને પ્રજ્ઞા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, જી.આઈ.ડી.સી સાંસ્કૃતિક મંડળ અંકલેશ્વર અને હ્યુબેક કલર પ્રાઇવેટ લિમિટેડ તરફથી કુલ ત્રણ અદ્યતન વેન્ટિલેટરનું દાન આપવામાં આવ્યું છે. જેના થકી આઈ.સી.યુમાં દાખલ કોવિડ દર્દીઓને સચોટ સારવાર મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં પ્રવર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિમાં કોવિડ પોઝિટિવ દર્દીઓને સારવાર પુરી પાડવામાં અંકલેશ્વર ખાતેની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખુબજ મોટો ફાળો આપી રહી છે. આવી વિકટ પરિસ્થિતિમાં દાખલ દર્દીઓને અગવડ ન પડે તે હેતુથી અદ્યતન વેન્ટિલેટર્સનું દાન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રજ્ઞા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મહેશભાઈ પટેલ, જી.આઈ.ડી.સી સાંસ્કૃતિક મંડળના પ્રમુખ વજુભાઇ પટેલ અને જશુભાઈ ચૌધરી તથા હ્યુબેક કલર ના ડિરેક્ટર દિનેશભાઇ રાણા, એચ. આર હેડ હેતલભાઈ અને સીનીઅર એન્જીનીયર હેડ સી.સી. પટેલ- તથા હોસ્પિટલના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞા કેમિકલના મહેશ પટેલના 50માં જન્મ દિવસ નિમિત્તે તેમણે જાહેર કર્યું હતું કે, તેઓ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે રૂ. 11 લાખનું અનુદાન આપશે. જેને હોસ્પીટલના ટ્રસ્ટીઓએ વધાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...