તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:વેન્ટિલેટરમાં સ્પાર્ક થતાં આગ લાગી, અંધારપટ છવાતા વોર્ડમાં અફરાતફરી

ભરૂચ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હોસ્પિટલના ICU વોર્ડમાં કેટલાંક બેડ પુઠ્ઠાંમાંથી બનાવેલા હોવાથી આગ વધુ ઝડપથી પ્રસરી
 • કોરોનાના ડર વિના લોકોએ દર્દીઓને રેસ્ક્યુ કર્યા હતા

ભરૂચના બાયપાસ વિસ્તારમાં આવેલી પટેલ વેલ્ફર હોસ્પિટલને વહીવટી તંત્ર દ્વારા ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરાઈ હતી. હોસ્પિટલમાં શુક્રવારે મધરાત્રે કોવિડના આઇસીયુ વોર્ડમાં વેન્ટિલેટરમાં સ્પાર્ક થતાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લગી હતી. સ્પાર્કના પગલે વોર્ડની લાઈટો બંધ થઈ જતાં દર્દીઓમાં અફરા-તરફીનો માહોલ સર્જાયો હતો. જેમાં આઈસીયુમાં વોર્ડમાં રહેલું સેનેટાઇઝર પણ ઢોળાઈ જતાં તેમજ કેટલાંક બેડ પુઠ્ઠાંમાંથી બનાવેલા હોવાથી આગે ઝડપથી ભયાનક સ્વરૂપ ધરાણ કરી લીધું હતું. જેના કારણે આઇસીયુ વોર્ડમાં કોવિડની સારવાર લઈ રહેલા 16 દર્દીઓ અને 2 નર્સ મળી કુલ 18 લોકો આગમાં બળીને બડથું થઈ ગયા હતા.

આગની ઘટના અંગે લોકોને સોશિયલ મીડિયા થકી જાણ થતા હોસ્પિટલ કેમ્પસમાં દોડી આવ્યા હતા. લોકોએ મોબાઈલની ટોર્ચના સહારે તથા પોતાના વાહનોની મદદથી ક્ષણભરનો વિચાર કર્યા વિના દર્દીઓને હોસ્પિટલમાંથી બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સામાન્ય રીતે કોરોનાથી સૌને ડર લાગતો હોય છે પરંતુ મધરાત્રિએ હોસ્પિટલમાં સર્જાયેલું આ દ્રશ્ય માત્ર માનવતા ખાતર હોસ્પિટલમાંથી લોકોને જીવીત બહાર કાઢવાનું હતું.

લોકોએ માત્ર ફાયર બ્રિગેડ કે 108 તથા હોસ્પિટલની એમ્બ્યુલન્સની રાહ જોયા વિના પોતાના વાહનોમાં જ દર્દીઓને અન્ય હોસ્પિટલ શિફ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. લોકોએ કોરોનાનો ડર રાખ્યા વિના માનવતા ખાતર લોકોએ બચાવ કાર્ય કર્યું હતું.જેથી મોટી માત્રામાં દર્દીઓને બચાવી શકાયા. અને મૃત્યુઆંક વધતો રોકી શકાયો હતો.

સિવિલમાંથી સવારે વેલ્ફેરમાં શિફ્ટ કર્યા અને રાત્રે મોત થયું

ભરૂચ | ભરૂચ શહેરની સાધના સ્કૂલ પાસે રહેતા મહેન્દ્ર હીરાલાલા શ્રીમાળીનો થોડા દિવસ પૂર્વે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.ત્યાં લગભગ 6થી 7 દિવસની સારવાર બાદ તેમની તબિયતમાં કોઈ સુધારો નહીં હોવાના કારણે તેમના પરિવારજનો તેમને 30 મી એપ્રિલે સવારે પટેલ વેલ્ફર હોસ્પિટલમાં આવેલા કોવીડ ICU વોર્ડમાં લઇ જવાયા હતા.

ત્યાં તેમને આઇસીયુ વોર્ડમાં દાખલ કર્યા બાદ પરિવારને તેમના સાજા થવાની આશા જાગી હતી. જોકે તે જ રાત્રીના કોવીડ વોર્ડમાં લાગેલી ભયંકર આગની ચપેટમાં હેમેન્દ્ર શ્રીમાળી આવી જતા તેઓનું પણ મોત નીપજ્યું હતું. તેમના મોતની ખબર સાંભળતા જ તેમના પરિવારજનોમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો