કામગીરી:ભરૂચ- દહેજ માર્ગ પર ગુરુવારે વાહનોને ડાયવર્ઝનથી ફેરાવો થશે

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલવે દ્વારા ગડર બેસાડવાની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે

ભરૂચથી દહેજને જોડતા માર્ગ પર દહેગામ નજીકથી મુંબઈ-દિલ્હી ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર ગુડ્ઝ ટ્રેનના ટ્રેકની કામગીરી ચાલી રહી છે. આ સ્થળે ગુરૂવારના રોજ ગડર બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના કારણે ગુરૂવારે સવારે 9.30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

ભરૂચ-દહેજ સ્ટેટ હાઇવે ઉપર સતત ભારે ટ્રાફિકના 24 કલાક ભારણને લઈ દિલ્હી-મુંબઈ ફ્રેઇટ કોરિડોરના ગડર બેસાડવામાં અડચણ આવી રહી હતી. ટાટા ગ્રુપની એક્સપ્રેસ ફ્રેઇટ કન્સોર્ટિયમને ગુડ્ઝ ટ્રેનના ત્રીજા ટ્રેક માટે પ્રોજેકટ મળ્યો છે. જેના દ્વારા ભરૂચ-દહેજ રોડ ઉપર દહેગામ નજીક ગડર બેસાડવાની કામગીરી તારીખ 12મીને ગુરૂવારના રોજ હાથ ધરવામાં આવશે.

ગુરૂવારે સવારે 9.30 થી સાંજે 5 વાગ્યા સુધી ભરૂચ અને દહેજ વચ્ચેનો વાહનવ્યવહાર ભરૂચ, થામ, વાગરા, ઓચ્છણ, મુલેર, પણીયાદરા થઈ દહેજ રોડ જવા ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવનાર છે. જેને લઈ આ ડાયવર્ટ માર્ગ સાથે નર્મદા ચોકડીથી, દહેજ બાયપાસ રોડ ઉપર ટ્રાફિકજામ સર્જાઈ શકે છે.

બીજી તરફ મંગળવારે સવારે પણ દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. તેમાંય સાંજના સમયે નોકરીએથી પરત આવતાં લોકોને ટ્રાફિકમાં અટવાઇ જવું પડતાં તેઓ તેમના નિર્ધારિત સમયથી અંદાજે દોઢેક કલાક મોડા ભરૂચ પહોંચ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...