ભરૂચ, અંકલેશ્વર, વાગરા, જંબુસર અને ઝઘડીયા વિધાનસભા બેઠક માટે પહેલી ડીસેમ્બરના રોજ મતદાન થવા જઇ રહયું છે. વિધાનસભાની ચુંટણી જાહેર થયા બાદથી જ આચારસંહિતાનો અમલ શરૂ થઇ ચુકયો છે. ઉમેદવારી પત્રો ભરાય ગયા બાદ હવે પ્રચાર કાર્ય પુરજોશમાં ચાલી રહયું છે ત્યારે ઉમેદવારો તથા તેમના ટેકેદારો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લામાં 70 ચેકીંગ નાકા ઉપર રાઉન્ડ ધ ક્લોક 8 કલાકની ત્રણ શિફ્ટમાં ટીમો તૈનાત કરીને વાહનોની તપાસ, રોકડની હેરફેર, હથિયારો, લીકર વગેરે જેવી વસ્તુઓ પર બાજ નજર રાખવા સહિત વાહન નંબર તેમજ કોન્ટેક્ટ નંબરની નોંધણી કરવાની કામગીરી થઈ રહી છે.નિષ્પક્ષ ચૂંટણી પ્રકિયા માટે આર્થિક લેવડ દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તેનું ધ્યાન રખાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.