તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વેડચ PSIની કારને આમોદ પાસે અકસ્માત થતા ગંભીર, પીએસઆઇ વેડચથી ભરૂચ આવી રહ્યાં હતાં

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં

વેડચ પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર કામ અર્થે રાત્રીના સમયે તેમની કારમાં ભરૂચ તરફ આવી રહ્યાં હતાં. દરમિયાનમાં એક ટ્રક ચાલકે આગળ ચાલતા વાહનને ઓવર ટેક કરવા જતાં તેમની કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક 108ની મદદથી ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જંબુસર ડિવિઝનના વેડચ પોલીસ મથકે પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં જીતેન્દ્ર ચૌહાણ રાત્રીના 10 વાગ્યાના અરસામાં તેમની આઇ-20 કાર લઇને ભરૂચ આવવા નિકળ્યાં હતાં. દરમિયાનમાં આમોદના સમની ગામથી આગળ આવતા સોલારીઝમ નજીકથી તેઓ જઇ રહ્યાં હતાં. તે વેળાં સામેથી આવી રહેલી એક ટ્રકના ચાલકે પુરઝડપે અનેે ગફલતભરી રીતે પોતાની ટ્રક હંકારી લાવી અન્ય એક વાહનને ઓવર ટેક કરવા માટે રોંગ સાઇડ પર ધસી આવતાં પીએસઆઇ જીતેન્દ્ર ચૌહાણની કાર ટ્રકમાં ભટકાતાં કારના આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો.

અકસ્માતમાં કાર ચલાવી રહેલાં પીએસઆઇ ચૌહાણને ગંભીર ઇજાઓ થતાં તેમન 108ની મદદથી ભરૂચની હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જોકે, અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી નાસી છુટ્યો હતો. આમોદ પલીસે ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો