ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિર ખાતે આજરોજ ગુમાનદેવ પીઠાધીશના બ્રહ્મલીન પૂર્વ મહંત રામ લક્ષ્મણદાસજી ગુરૂ દામોદરદાસજી મહારાજની 19મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન ગુમાનદેવ પીઠાધીશના વર્તમાન મહંત મનમોહનદાસ તથા ગુમાનદેવ પીઠ ભક્ત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સવારે શોભાયાત્રા ગુમાનદેવ ગામમાં ફરી હતી, બપોરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સુંદરકાંડના પાઠનું આયોજન ગુમાનદેવ ખાતે કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ચૂંટાયેલા જંબુસર વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય ડી.કે. સ્વામીની હનુમાનજીની બાધા નિર્વાણાર્થે આ કાર્યક્રમ સાથે સાથે તુલાદાન વિધિનો પણ કાર્યક્રમ યોજાયો હતો. બ્રહ્મલીન મહંત રામ લક્ષ્મણદાસ મહારાજના 19મી પુણ્યતિથિના દિન નિમિત્તે ગુમાનદેવ ભક્ત મંડળના સાધુ સંતો મહંતો, રાણીપુરા ઉચેડિયા, ઝઘડિયા, નાનસાજા,ગોવાલી ગામના આગેવાનો ભકતોની વિશેષ ઉપસ્થિત આજરોજ ગુમાનદેવ ખાતે જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.