તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્મશાનમાં સેવાકાર્ય:ભરૂચની RSPL કંપની દ્વારા CSR એક્ટિવિટી અંતર્ગત શહેરના કોવિડ સ્મશાનમાં વિવિધ સહાય આપવામાં આવી

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ૬૦૦ મણ લાકડા , અંતિમ સંસ્કાર પુજા સામાન ની ૫૦ કીટ તથા કોવિડ સ્મશાન ના કાર્યકર્તા માટે અનાજ આપવા મા આવ્યું હતું.

ભરૂચમાં કોરોના કાળ વચ્ચે સેવાભાવીઓ પણ વિવિધ રીતે પોતાની ફરજ નિભાવી રહ્યા છે.જિલ્લામાં પણ સાૈ કોઇ યથા શક્તિ યોગદાન આપી રહ્યા છે. ત્યારેભરૂચની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ RSPL કંપની (Luthra Group) દ્વારા CSR પ્રવૃત્તિ ના ભાગ રૂપે ભરૂચના કોવિડ સ્મશાન મા સહાય આપવા મા આવી હતી જેમાં ૬૦૦ મણ લાકડા , અંતિમ સંસ્કાર પુજા સામાન ની ૫૦ કીટ તથા કોવિડ સ્મશાન ના કાર્યકર્તા માટે અનાજ આપવા મા આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમમાં RSPL કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ રવિ રંજનજી, એચ.આર. વિભાગના આકાશ મોદી, નીરજ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા અને કોવિડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીને દાન સુપ્રત કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં એકમાત્ર ભરૂચ ખાતે જ શહેરની બહાર સ્પેશિયલ કોવિડ સ્મશાન ઉભું કરવામાં આવ્યું છે જ્યાં જિલ્લાના તમામ તાલુકામાંથી કોવિડથી મૃત્યુ પામેલ વ્યક્તિને અંતિમવિધિ માટે લવાય છે ત્યારે આ સ્મશાનમાં 15-18 કલાક કામ કરતા સ્વયંસેવકો માટે પણ આવી સખાવત કંપનીઓ દ્વારા દાન પુન કરવામાં આવે તે આવકાર્ય છે. ઉપરાંત રોજના 20 થી 25 મૃતદેહની અંતિમવિધિ થઈ રહી છે ત્યારે અંતિમવિધિ માટેનો પૂજાનો સામાન પણ કોવિડ સ્મશાન માટે ઘણો ઉપયોગી સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...