ભરૂચ જિલ્લાના વાગરા ખાતે આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં 20 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરીમાં કંપનીના જ કર્મચારીઓની સંડોવણી બહાર આાવતાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાગરા તાલુકાની વિલાયત જી.આઈ.ડી.સી.માં આવેલ બિરલા ગ્રાસીમ કંપનીના કેમિકલ ડિવિઝન કંપની આવેલ છે કંપનીએ તેમના સ્ટોકનો હિસાબ ચેક કરતાં તેમાંથી સામાની કમી હોવાનું સ્પષ્ટ જણાઇ આવ્યું હતું.
જેના પગલે કંપનીએ સીસીટીવી ફુટેજ તપાસતાં19 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર દરમિયાન કંપનીના જ સ્ટોર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતાં રાહુલ સતિષ શુક્લા તેમજ કોન્ટ્રાક્ટમાં કામ કરતાં મન્નાન મહમદ નિઝામુદ્દીન રિઝવીએ સ્ટોર ડીપાર્ટમેન્ટમાં પ્રવેશ કરી અંદર મુકવામાં આવેલ મટીરીયલ પૈકી 20 પેટી બ્રાસના વાલ્વની ચોરી કરી હતી.દર મહિનાના પહેલા સપ્તાહમાં સ્ટોકની ગણતરી કરતા બ્રાસ વાલ્વની 28 પેટી અને 30 વાલ્વ મળી કુલ 1430 વાલ્વ ચોરી કરતાં હોવાનું માલુમ પડ્યું હતું.
બન્ને આરોપીઓએ અન્ય બે શખ્સો સાથે મળી ઇકો તથા લાલ કલરની સ્વીફટ કારમાં તબક્કાવાર રીતે કુલ રૂપિયા 20 લાખ ઉપરાંતના વાલ્વની ચોરી કરી ગયા હતા. વાગરા પોલીસ મથકે કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર નાગેશ સિંઘે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે ગણતરીના સમયમાં જ મુખ્ય સુત્રધાર રાહુલ સતિષ શુક્લા તેમજ મન્નાન રિઝવીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બંનેની પૂછપરછ ચાલુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.