વાલ્મિકી જ્યંતી:ભરૂચ જિલ્લા સફાઈ કામદાર સેલ દ્વારા વાલ્મિકી જ્યંતી ઉજવણી કરાઇ, સંતોનું સન્માન કરવામાં આવ્યું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલ્મિકી જ્યંતીનો કાર્યક્રમ આંબેડકર ભવન ખાતે યોજાયો

પુરાણોમાં બતાવ્યા પ્રમાણે મહર્ષિ વાલ્મિકીએ કઠોર તપસ્યા કરી મહર્ષિનું પદ પ્રાપ્ત કર્યું હતું. પરમ પિતા બ્રહ્માના કહેવાથી તેમને ભગવાન શ્રીરામના જીવન પર આધારિત રામાયણ નામના મહાકાવ્યની રચના કરી હતી. ગ્રંથોમાં તેમને આદિકવિ કહેવામાં આવ્યા છે. તેમના દ્વારા રચિત આદિકાવ્ય શ્રીમદ વાલ્મિકીય રામાયણ સંસારનું સર્વ પ્રથમ કાવ્ય માનવામાં આવ્યું છે. ત્યારે આજરોજ મહર્ષિ વાલ્મિકીની જન્મ જયંતીની ભરૂચ જિલ્લા સફાઈ કામદાર સેલ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

આ અંગેનો કાર્યક્રમ આંબેડકર ભવન ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચ નાગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા,સફાઈ કામદાર સેલના પ્રદેશના સભ્ય કિરણ સોલંકી,સ્વામિનારાયણ સંપ્રદાયના ડી.કે.સ્વામી,વિશ્વ હિન્દુ પરિષદના અજય વ્યાસ અને આમંત્રિતો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓના આશીર્વચન ગ્રહણ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...