વાતાવરણમાં અચાનક પલટો:ભરૂચ જિલ્લામાં વૈશાખી વાયરા બેફામ બન્યા, 22થી 28 કિમીની ઝડપે સુસવાટા મારતા પવનો ફૂંકાયા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોને ગરમીથી મળી રાહત, તો વાહન ચાલકો પવનને પગલે અટવાયા
  • શહેર-જિલ્લામાં બેનર, હોર્ડિંગ્સ, નળિયા અને પતરા ઉડવાના છુટાછવાયા બનાવો

આકરી ગરમીમાં ત્રસ્ત ભરૂચ શહેર અને જિલ્લાની પ્રજા માટે આજનો રવિવાર ખુશનુમા બની ગયો હતો. સુસવાટા મારતા વૈશાખી વાયરા ફૂંકાતા લોકોને ગરમીથી રાહત મળી હતી.

ભરૂચ શહેર અને જિલ્લામાં પ્રવર્તમાન ઉનાળાની મોસમે લોકોને તોબા પોકારવા મજબૂર કર્યા હતા. સતત 40થી 43 ડિગ્રી વચ્ચે રહેતા ગરમીના પારા અને અસહ્ય ઉકળાટથી લોકો કણસી ઉઠ્યા હતા. જો કે રવિવાર શહેર અને જિલ્લાની પ્રજા માટે વૈશાખી વાયરાને પગલે ખુશનુમા બની ગયો હતો. સરેરાશ 22થી 28 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનોએ ગરમીથી લોકોને રાહત આપી હતી.

આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી જેટલું નીચું નોંધાયું હતું. જો કે સુસવાટા મારતા પવનોએ વાહન ચાલકો, કાચા મકાન, ઝૂંપડામાં રહેતા લોકોની મુસીબત વધારી દીધી હતી. શહેર અને જિલ્લામાં બેનર, હોર્ડિંગ્સ, નળિયા અને પતરા ઉડવાના છુટા છવાયા બનાવો પણ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...