પગપાળા સંઘ સાથે શ્વાનની માઇ ભક્તિ:જંબુસરથી અંબાજી જતા જય ભવાની પદયાત્રા સંઘમાં વડુથી શ્વાન જોડાયો

ભરૂચ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવ દિવસમાં આ શ્વાન 96 કિ.મી ચાલ્યો

ભરૂચ જિલ્લાના જંબુસર જય ભવાની પદયાત્રા સંઘ અંબાજી ભાદરવી પૂનમ ભરવા પગપાળા નીકળ્યો હતો. વડોદરા જિલ્લાના વડું ગામે સંઘ પ્રવેશતા જ 20 કિલોમીટર પોહચેલા સંઘ સાથે એક શ્વાન જોડાયો હતો. આ શ્વાન સંઘ સાથે જોડાઈ તેમની સાથે જ અંબાજીના દર્શન કરવા પગપાળા નીકળ્યો હતો. આજે 9 દિવસથી આ શ્વાન સંઘ સાથે ચાલી 96 કિમીનું અંતર કાપી અનોખી માઇ ભક્તિ કરી રહ્યો છે. જેને જોઈ સંઘના લોકો અને રસ્તામાં દરેક તેને જોઈ આશ્ચર્યમાં મુકાઈ રહયા છે.આ શ્વાન વડું ગામથી જંબુસરના ચિરાગ નામના યુવક સાથે જોડાઈ ગયું હતું. આજે એક મહિલાએ આ શ્વાનને ખવડાવવા રૂપિયા 500નું દાન પણ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...