તાંત્રિક વિધીના બહાને ઠગાઈ:વડોદરાની મહિલા સાથે ભોલાવની મહિલા તાંત્રિક અને તેના શિષ્યોએ સંતાન સુખની લાલચ આપી રૂપિયા 2.10 લાખની છેતરપિંડી આચરી

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા તાંત્રિક સહીત શિષ્યોએ અગાઉ પણ અન્ય લોકો સાથે છેતરપિંડી કરી હતી
  • પોલીસે તાંત્રિક સહીત એક ચેલાની અગાઉ જ ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા

ભરૂચના ભોલાવની મહિલા તાંત્રિકે ખાનગી બેંકના આસીસ્ટન્ટ મેનેજરના ભાઈને કુટેવ છોડાવવાની પૂજા અને તાંત્રિક વિધિના બહાને રૂપિયા 3.67 લાખની છેતરપિંડી કરનાર મહિલા તાંત્રિક અને બે ચેલાઓ સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તાંત્રિક સહીત એક ચેલાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ત્યારે તાંત્રિક અને બે ચેલાઓ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. વડોદરાની મહિલાને ભોલાવની મહિલા તાંત્રિક અને તેના શિષ્યોએ સંતાન સુખની લાલચ આપી રૂપિયા 2.10 લાખ પડાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે

શું છે સમગ્ર મામલો?
જેમાં મૂળ ભરૂચની અને હાલ વડોદરામાં રહેતી મહિલા નિઃસંતાન હોય તેણીએ તેની માતાએ ભોલાવ વિસ્તારમાં મંગલમ સોસાયટીમાં રહેતી મહિલા તાંત્રિક સપના ઉર્ફે સોનલબેન વિનોદકુમાર વેગડના ઘરે ગયા હતા. જ્યાં તાંત્રિકે ધૂણીને મહિલાને તેની કોખ બાંધી હોવાનું કહી ધાર્મિક વિધિ કરવાનું કહી 55 હજારના ચાંદીના ઝાંઝર અને ચાર બકરાની બલી માટે 1 લાખ અને અન્ય વિધિના મળી કુલ 2.10 લાખ મેળવ્યાં હતા. તેમજ ત્યાં હાજર તેણીના બંને શિષ્ય ગૌરવ અનીલ પારેખ અને ભૂપેશ માછીએ માતાજી ઉપર વિશ્વાસ રાખવાનું જણાવ્યું હતું. જે બાદ મહિલાને સંતાન સુખ નહિ થતા તેણીએ રૂપિયાની માંગ કરતા તાંત્રિક અને ચેલાઓએ મહિલાને માતાજી કોપાઈમન થશે તેવો ડર બતાવી મહિલા સાથે છેતરપિંડી કરી હતી. જે અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ લોકોને છેતર્યા હોવાની આશંકા
મહિલા તાંત્રિક સપના તથા તેના સાગરીતોના જે રીતે એક પછી એક ભાંડા ફૂટી રહ્યા છે તે જોતા હજુ કેટલાય અન્ય લોકોનર પણ આ ટોળકી ઘ્વારા છેતર્યા હોવાની સ્પષ્ટ આશંકા સેવાઇ રહી છે ત્યારે પોલીસે મેળવેલા રિમાન્ડ દરમિયાન વધુ વિગતો બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...