વેક્સિનેશન ઝુંબેશ:ભરૂચમાં બાળકોને 259 સેન્ટરો પર વેક્સિન આપવાનું શરૂ, બપોર સુધીમાં 10 હજાર વિદ્યાર્થીઓને વેક્સિન અપાઈ

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ 90,000 વિદ્યાર્થીઓને કોરોના સામે વેક્સિનના ડોઝ આપવાનું આયોજન

ભરૂચ જિલ્લામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોરોના રસી આપવાનું શરૂ થઈ ગયું છે. વિદ્યાર્થીઓને વેક્સિનનું સુરક્ષા કવચ પ્રદાન કરવા સોમવારથી 259 કેન્દ્રો પર રસીકરણનો આરંભ કરાયો છે.

ભરૂચ જિલ્લામાં સોમવારે 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રથમ દિવસે જ 259 કેન્દ્રો પરથી 30,104 વિદ્યાર્થીઓને ઓન ધ સ્પોટ રસી આપવાનો લક્ષ્યાંક સાથે પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરાઈ હતી.

શાળા, આઈ.ટી.આઈ., પીએચસી, સીએચસી સહિતના કેન્દ્રો ઉપર બપોરે 2 વાગ્યા સુધીમાં જ 10 હજાર બાળકોને કોરોના સામે સુરક્ષા પ્રદાન કરતી વેક્સિન લગાવી દેવામાં આવી હતી. એક પણ વિદ્યાર્થીને વેક્સિનને લઈ વિપરીત અસરના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. જિલ્લામાં કુલ 90,000 વિદ્યાર્થીઓને કોરોના સામે વેક્સિનના ડોઝ આપવાનું આયોજન એક સપ્તાહની અંદર રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...