તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેકસિનેશન:ભરૂચમાં 67 દિવસે 60814 લોકોનું વેકસિનેશન આ જ રફ્તાર રહી તો 14 લાખ લોકોને 4 વર્ષ થશે

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં રોજ 15 થી 20 સત્તાવાર કેસ વચ્ચે, બિનસત્તાવાર મોતનો વધતો આંકડો
 • રસિકરણના પ્રારંભે ત્રણ સેન્ટર અને હાલમાં 179 સેન્ટર પરથી રસી અપાઈ રહી છે

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ દેખાયાને એક વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારબાદ ફરી હતા ત્યાંના ત્યાં જેવી જ સ્થિતિ સર્જાઈ રહી છે. કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 2 ડિજિટમાં રોજના 15 થી 20 કેસ વચ્ચે આવી રહ્યો છે. બિનસત્તાવાર કોરોનાના મોતની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે. જોકે, તંત્ર ફરી સતર્ક બન્યું છે અને માસ સ્ક્રીનીંગ, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સની ચુસ્ત અમલવારી પર ભાર મુકવા જઈ રહ્યું છે. બીજી તરફ વેકસિનેશન ઝુંબેશને પણ ગામડાઓ સુધી લઈ જઈ તને ઝડપી બનાવવા ટકોર પણ કરાઈ છે.

ભરૂચ જિલ્લામાં પણ 16 જાન્યુઆરીથી વેકસીનેશન ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે જિલ્લામાં 3 સેન્ટર પરથી વેક્સિનેશનની શરૂઆત કરાઈ હતી. ફજેમાં ફ્રન્ટલાઈનર, 60 વર્ષ કે તેથી વધુ વયના, બીમાર, કોરોના વોરિયર્સ મળી અત્યાર સુધી 60814 જેટલા લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ અપાયો છે. વેકસીનેશનની ડ્રાઇવ ને 67 દિવસ થઈ ગયા છે હવે 178 સેન્ટરો પરથી કોરોનાના ડોઝ અપાઈ રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રસીકરણ અભિયાન પેહલા હાથ ધરાયેલા સર્વેમાં 15 લાખ લોકો જિલ્લામાં તારવાયા હતા. જેમાં 0 થી 17 વર્ષના બાળકો અને સગીરોનો સમાવેશ થતો નથી.

હાલ 67 દિવસમાં 60814 લોકોને કોરોનાની રસી અપાઈ છે, હજી જિલ્લાની 14.40 લાખ પ્રજા ને રસી આપવાની છે. જો આજ ગતિ એ વેકસીનેશન ચાલશે તો સમગ્ર જિલ્લાની પ્રજાને ડોઝ આપવામાં 1586 દિવસ નીકળી જશે. એટલે કે સવા 4 વર્ષે જિલ્લામાં વ્યસકોનું સંપૂર્ણ કોરોના રસી કરણ થઈ શકશે. જોકે 2 દિવસ પહેલા જ જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસેને વધતા કોરોનાના કેસ ને લઈ તંત્ર સાથે બેઠક યોજી હતી. જેમાં સ્પષ્ટ સૂચના આપી હતી કે, સ્ક્રીનીંગ વધારવું, કોરોના રસી સલામત હોવાનો લોકોમાં વિશ્વાસ અપાવી અભિયાન તેજ કરવું. માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસનું ચુસ્ત પાલન કરાવવું.

બીજી તરફ ચૂંટણી બાદ પણ રાજકીય અને સરકારી મેળાવડામાં પણ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સહિતની કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તેમ ભરૂચની પ્રજા ઇચ્છી રહી છે. લોકોને વધુ ભીડ ભેગી નહિ કરવા અપીલ સાથે પાલન કરાવતું પોલીસ અને વહીવટી તંત્ર જાહેર, સરકારી કે રાજકીય કાર્યક્રમોમાં પણ ગાઈડલાઈનનું પાલન કરે તે ભરૂચ જિલ્લા માટે જરૂરી બન્યું છે.

કોરોનાનો આંક છુપાવાતો હોવાની ચર્ચાઓ
ભરૂચ જિલ્લામાં વિવિધ ખાનગી અને સરકારી લેબમાં કોરોનાના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા આંકમાં તથા તાલુકા મથકોએ કરવામાં આવેલા ટેસ્ટિંગ બાદ આવતા રિપોર્ટમાં તફાવત હોવાની પણ જિલ્લામાં ચર્ચાઓ ચાલી રહી છે.

એવોર્ડ વિજેતા શિક્ષકે વેક્સિન લીધી
​​​​​​​કોરોના સામે રક્ષણ મેળવવા રાજ્ય સરકારે રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવ્યું છે. જેમાં હાલ 45 થી 60 વર્ષના લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ પ્રાથમિક શાળામાં કેમ્પ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા પ્રભુ પટેલે પણ વેકિસનનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમણે કહ્યું વેક્સીન સુરક્ષિત છે જેથી અન્ય લોકોને કોરોના વેકિસન લેવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો