ભરૂચ જિલ્લામાં ત્રણ દિવસમાં 41 હજાર જેટલાં લોકોને કોરો નાના પ્રિકૉશન ડોઝ આપવામાં આવ્યાં છે. આગામી 75 દિવસ સુધી 18 વર્ષ થી 59 વર્ષના લાભાર્થીઓને વિનામૂલ્યે ડોઝ આપવામાં આવશે. દેશમાં હાલ કોરો નાના પ્રિકૉશન ડોઝ આપવામાં આવી રહયાં છે.આઝાદી કખા અમૃત મહોત્સવના ભાગરૂપે રાજયમાં તારીખ 15મી જુલાઇથી વિનામૂલ્યે ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના 127 કોવાડ વૅક્સિનેશન સેન્ટરો પર પ્રિકૉશન ડોઝ આપવાનું આયોજન હાથ ધરાયું હતું. આ ડોઝ 18 થી 60 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યકિતએ કોવિડ-19 સીનો બીજો ડોઝ લીધો હોય અને 6 માસ પર્ણ થયેલ હોઇ એવાં તમામ પાત્રતા ધરાવતા વ્યકિતઓને આવરી લેવામાં આવી હતી.
તારીખ 29મી જુલાઇથી 31મી જુલાઇ સુધીના 3 દિવસના ગાળામાં કુલ 41 હજાર જેટલા લાભાર્થીઓને વેકસીન નો પ્રિકૉશન ડોઝ આપવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગે તમામ નાગરિકોને તેમનો પ્રિકૉશન ડોઝ લઇ લેવા માટે અપીલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.