વેક્સિનેશન:PMના જન્મદિને જિલ્લામાં 1 લાખ લોકોને વેક્સિનેશન

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લાના 237 ગામોમાં 100 ટકા રસીકરણ
  • 8 મહિનામાં 14.20 લાખ ​​​​​​​લોકોને વેક્સિન અપાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુક્રવારે 71 માં જન્મદિન નિમિતે ભરૂચ જિલ્લામાં કોવિડ વેકસીનનું મહાઅભિયાન હાથ ધરાશેે. ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ કલેકટર ડો. એમ.ડી. મોડિયાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં શુક્રવારે જિલ્લામાં હાથ ધરાનારા વેકસીન મહા અભિયાનનો ચિતાર અપાયો હતો. શુક્રવારે ભરૂચના 265 કેન્દ્રો ઉપર હાથ ધરાનાર વેકસિન મહાઅભિયાનમાં 1 લાખથી વધુને રસીકરણનો લક્ષ્યાંક રખાયો છે.

જિલ્લામાં 8 મહિનામાં 13 હજાર આરોગ્ય કર્મી, 40 હજાર ફ્રન્ટલાઈનર, 4 લાખ સિનિયર સિટીઝન અને 18 વર્ષથી ઉપરના 6 લાખ મળી કુલ 10.61 લાખને વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે 11425 આરોગ્ય કર્મી, 33 હજાર ફ્રન્ટલાઈનર, 2 લાખ સિનિયર સિટીઝન, સવા લાખ 18 વર્ષથી વધુ ઉંમરના મળી કુલ 14.20 લાખ લોકોને બીજો ડોઝ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...