• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Vaccination Campaign Was Carried Out At 91 Centers In Walia Taluka, One Liter Of Edible Oil Was Distributed To Encourage Vaccinators.

વેક્સિનેશન મહાઝુંબેશ:વાલિયા તાલુકાના 91 કેન્દ્રો પર વેક્સિનેશન અભિયાન હાથ ધરાયું, વેક્સિન લેનારને પ્રોત્સાહિત કરવા એક લીટર ખાદ્યતેલનું વિતરણ

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિનેશન અભિયાનનો જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીના હસ્તે પ્રારંભ કરાવાયો
  • વેક્સિન લેનારને પ્રોત્સાહિત કરવા યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા એક લીટર ખાદ્યતેલનું વિતરણ કરાયું

ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાલિયા તાલુકામાં કોરોના વેક્સિનેશનની મહાઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત તાલુકાના 91 કેન્દ્રો પરથી 12 હજાર 243 લોકોને વેક્સિન આપવાનું આયોજન કરાયું હતું. આ વેક્સિનેશન મહાઅભિયાનનો ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે કોંઢ ગામ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે આરોગ્ય અધિકારી ડો. જી.એસ.દુલેરાના હસ્તે વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર સ્થિત વેક્સિનેશન કેન્દ્ર ખાતેથી આ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ વેક્સિનેશન કેન્દ્રો ખાતે વેક્સિન લેવા લોકોની સવારથી જ લાઈનો લાગી હતી. વેક્સિન લેવા આવેલા લોકોને પ્રોત્સાહિત કરવા યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા એક લીટર ખાદ્યતેલ વિના મૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વેક્સિન લેનારા લોકોને એક લીટર ખાદ્યતેલનું વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...