તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:ભરૂચ જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે રસીકરણ ઝુંબેશને વેગવંતી બનાવાઈ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં વેક્સિનના 7.2 ટકા ડોઝ વેસ્ટ ગયા

સમગ્ર ગુજરાત સાથે ભરૂચ જિલ્લામાં પણ એક તરફ જ્યાં કોરોના નો રાફડો ફાટયો છે તો બીજી તરફ વેક્સીનેશન પણ એટલું જ ધારદાર અને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં હાલ સુધીમાં વિવિધ કુલ 76 કેન્દ્ર પરથી 2.41 લાખ જેટલા લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ અપાઇ ચૂકી છે તો 82 હજારથી વધુ લોકો વિક્સીનના બેઉ ડોઝ લે ચુક્યા છે.

ભરૂચમાં 99.5% હેલ્થકેર વર્કર્સને જયારે 99.21% ફ્રન્ટલાઈન વર્કર્સ ને વેક્સીનેશન થઈ ચુક્યું છે. ભરૂચ જીલ્લામાં હાલ સુધીમાં 45 વર્ષથી વધુ ઉમરના 44% નાગરિકોને રસી આપીએ ચુકી છે જયારે 18 થી 45 વર્ષના 10 હજારથી વધુ યુવાનો વેક્સીન લઈ સુરક્ષિત થઈ ચુક્યા છે.

તો બીજી તરફ કોવીશીલ્ડ વેકસીનના જીલ્લામાં 1.3% ડોઝ વેસ્ટ ગયા છે તો કોવીક્સીનના 5.9% ડોઝ વેસ્ટ ગયા છે. આ ડોઝ એટલા માટે વેસ્ટ ગયા છે કારણ કે કોરોના વેક્સીનની એક બોટલમાંથી એક સાથે 10 વ્યક્તિઓને ડોઝ આપવામાં આવતા હોય છે પરંતુ ક્યારેક તેનાથી વધ ઘટ થતા ડોઝ ફેલ થતા હોય છે. ભરૂચનો રીકવરી રેટ થોડા દિવસો પૂર્વે ઘટીને 68% થઈ ગયો હતો જે પુનઃ વધી ને 80% પર આવ્યો છે.

સરકારી આંકડા મુજબ ભરૂચમાં કુલ અત્યાર સુધીમાં 8366લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે 6616લોકોએ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે ભરૂચમાં હાલ 1638એક્ટિવ કેસ છે જે પૈકી 456 લોકો હોમ અઈસોલેસન છે.

અન્ય સમાચારો પણ છે...