પરિવહનને વેગ મળશે:દહેજના શિપયાર્ડમાંથી ઉર્જા પ્રભા જહાજ લોન્ચ કરાયું, ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજોને લોજેસ્ટિક સ્પોર્ટ પૂરો પાડશે

ભરૂચ5 મહિનો પહેલા
  • ઉર્જા પ્રભા 1.85 મીટરના ડ્રાફ્ટ સાથે 36.96 મીટર લાંબુ જહાજ
  • દેશમાં યુદ્ધ જહાજ બનાવવા માટે સોફ્ટ શિપયાર્ડ ઔદ્યોગિક લાયસન્સ ધરાવે છે

ભરૂચના દહેજ ખાતે આવેલા સોફ્ટ શિપયાર્ડ દ્વારા નિર્માણ કરાયેલા જહાજનું ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા શનિવારે લોકાર્પણ કરાયું હતું. ઉર્જા પ્રભા જહાજ ભારતીય સમુદ્રમાં કોસ્ટ ગાર્ડ જહાજોને લોજેસ્ટિક સ્પોર્ટ પૂર્ણ પાડશે.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) એ શનિવારે ભરૂચ જિલ્લામાં દહેજ સ્થિત શોફ્ટ શિપયાર્ડ ખાતે સહાયક ઉર્જા પ્રભા જહાજ લોન્ચ કર્યું હતું. આ જહાજને કોસ્ટ ગાર્ડના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડીઆર શર્માની પત્ની વિરાજ શર્માએ લોન્ચ કર્યું હતું. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ICG અનુસાર, ઉર્જા પ્રભા 1.85 મીટરના ડ્રાફ્ટ સાથે 36.96 મીટર લાંબુ જહાજ છે.

ICGએ જણાવ્યું હતું કે, ઉર્જા પ્રભા શિપ દૂર-દૂરના વિસ્તારોમાં સમુદ્રમાં તૈનાત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજોને લોજિસ્ટિક સપોર્ટ આપીને ભારતીય કોસ્ટ ગાર્ડની કામગીરીને આગળ વધારશે. શરૂઆતમાં SHOFT ટર્નકી કોન્ટ્રાક્ટર તરીકે ઘણા ક્લાયન્ટ શિપયાર્ડમાં એકસાથે બહુવિધ શિપબિલ્ડીંગ પ્રોજેક્ટ્સમાં રોકાયેલું હતું.

વર્ષ 2004 માં, તેણે પોતાનું શિપયાર્ડ દહેજમાં સ્થાપ્યું અને ભરૂચ ખાતે સ્વતંત્ર કામગીરી શરૂ કરી હતી. વર્તમાન બિલ્ડ ક્ષમતા ધરાવતું સંપૂર્ણ સહાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મધ્યમ કદનું શિપયાર્ડ 150 મીટર લંબાઈ સુધીના વિવિધ કદના 9 થી 12 જહાજોના એક સાથે નિર્માણ અને 6000 ટન સુધીના વજનના લોન્ચિંગની ક્ષમતા ધરાવે છે. છેલ્લા 15 વર્ષમાં 60 જહાજોનું નિર્માણ અને વિતરણ કરવામાં આવ્યું છે. સોફ્ટ શિપયાર્ડ ISO 9001-2015 DNV સર્ટિફાઇડ શિપયાર્ડ છે. જેની પાસે દેશમાં યુદ્ધ જહાજોના બાંધકામ માટે ઔદ્યોગિક લાઇસન્સ છે.

દેશમાં યુદ્ધ જહાજોના બાંધકામ માટે ઔદ્યોગિક લાઇસન્સ ધરાવતું શિપયાર્ડ
શરૂઆતમાં SHOFT ટર્નકી કોન્ટ્રાક્ટર તરીકે ઘણા ક્લાયન્ટ શિપયાર્ડમાં એકસાથે બહુવિધ શિપબિલ્ડીંગ પ્રોજેક્ટ્સમાં રોકાયેલું હતું. વર્ષ 2004માં, તેણે પોતાનું શિપયાર્ડ દહેજમાં સ્થાપ્યું અને ભરૂચ, ગુજરાત ખાતે સ્વતંત્ર કામગીરી શરૂ કરી હતી.

વર્તમાન બિલ્ડ ક્ષમતા ધરાવતું સંપૂર્ણ સહાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મધ્યમ કદનું શિપયાર્ડ 150 મીટર લાંબા વિવિધ કદના 9 થી 12 જહાજોના એક સાથે નિર્માણ અને 6000 ટન સુધીના વજનના લોન્ચિંગની ક્ષમતા ધરાવે છે. છેલ્લા 15 વર્ષમાં 60 જહાજોનું નિર્માણ અને વિતરણ કરવામાં આવ્યું છે. આ સર્ટિફાઇડ શિપયાર્ડ છે. જેની પાસે દેશમાં યુદ્ધ જહાજોના બાંધકામ માટે ઔદ્યોગિક લાઇસન્સ છે.

અન્ય સમાચારો પણ છે...