તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Urge The Officials To Hold Fair And Just Elections In The District, Preparations Of The System For Local Body Elections In Bharuch District

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:જિલ્લામાં નિષ્પક્ષ, ન્યાયી ચૂંટણી યોજવા અધિકારીઓને તાકીદ, ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્રની તૈયારીઓ

ભરૂચ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મતદાન મથકો, સંવેદનશીલ, અતિસંવેદનશીલ વિસ્તારોની ચર્ચા

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે કરેલી જાહેરાત મુજબ આગામી 28 મી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે.જેમાં ભરૂચ જિલ્લા પંચાયત, નવ તાલુકા પંચાયત અને ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર મળીને કુલ ચાર નગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે.જેના સંદર્ભમાં ગુરુવારના રોજ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી. મોડિયાએ મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા ઉપસ્થિત ચૂંટણી અધિકારીઓને સૂચનાઓ આપી હતી.જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓમાં મતદાન મથકોની પરિસ્થિતિ, સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો બાબતે ઉપરાંત ચૂંટણી સંલગ્ન કામગીરી બાબતે ચર્ચા-વિચારણા કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. ચૂંટણીની આચારસંહિતા સહિત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અંગે આર.ઓ. અને નોડલ અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો